સ્ટીવ વૉ અગાઉ પણ કોહલીની પ્રશંસા કરી ચૂક્યો છે. ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં વિરાટની શાનદાર ઈનિંગ જોયા બાદ વૉએ તેના વખાણ કરતા લખ્યું હતું કે, આ ગ્લોબલ સુપરસ્ટાર છે જે ક્રિકેટની દુનિયાના તમામ રેકોર્ડ્ઝ તોડશે.
2/4
એક ઈન્ટરવ્યુમાં વૉએ કહ્યું કે, કોહલી પાસે ગજબની ટેકનીક છે અને તેવી કળા વર્તમાન ક્રિકેટમાં અન્ય કોઈની પાસે નથી. એબી ડિ વિલિયર્સ આવો જ છે પણ તે ટેસ્ટ ક્રિકેટ છોડી ચૂક્યો છે, આવામાં વિરાટ આગળ નીકળી જાય છે.
3/4
કોહલીની પ્રશંસા કરતા વૉએ જણાવ્યું કે, મને લાગે છે કે, સ્ટીવ સ્મિથમાં રનની ભૂખ સૌથી વધુ છે પણ અત્યારે તે 1 વર્ષ માટે ક્રિકેટથી દૂર છે. માટે વિરાટ સૌથી શાનદાર છે. તેને મોટી તકની શોધ રહે છે, એવી જ રીતે જેવી રીતે બ્રાયન લારા, સચિન તેંડુલકર, વિવ રિચર્ડ્સ અને જાવેદ મિયાંદાદને રહેતી હતી.
4/4
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અથવા દિગ્ગજ ઓસ્ટ્રેલિયાન બેટ્સમેન સ્ટીવ સ્મિથ....આ બન્નેમાથી કોણ છે વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન એ ચર્ચા હાલમાં ક્રિકેટનો હોટ ટોપિક છે. આ મામલે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ વો પોતાનો પક્ષ સામે રાખ્યો છે. તેમણે વિરાટ કોહલીના ભરપેટ વખાણ કર્યા છે. વૉએ કોહલીને તેના દેશના ટૉપ ક્રિકેટર સ્ટીવ સ્મિથથી પણ ઉપર ગણાવ્યો.