નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ સામે વનડે સીરીઝ 4-1થી જીત્યા બાદ હવે આજે ટી20 સીરીઝ જીતવા માટે ટીમ ઇન્ડિયા મેદાને ઉતરશે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયાની કમાન હાલમાં રોહિત શર્મા પાસે છે. ત્યારે ટીમમાં કેટલાક ફેરફારો પણ જોવા મળી શકે છે.
3/4
ગાવસ્કરે કહ્યું કે, ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે 2-1થી ટી20 સીરીઝ જીતી જશે. બેટિંગ લાઇન અપ વિશે ગાવસ્કરે કહ્યું કે, રોહિત શર્મા, શિખર ધવન, રીષભ પંત, શુભમન ગિલ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા યોગ્ય છે.
4/4
કીવીઓ સામે પ્લેઇંગ ઇલેવન સિલેક્ટ કરવામાં દિગ્ગજ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે એક મોટુ નિવેદન આપ્યુ છે. ગાવસ્કરે કહ્યું કે, ભલે અત્યારે ધોની શાનદાર ફોર્મમાં રમતો હોય પણ તેને ટી20 સીરીઝમાં પ્લેઇંગ ઇલેવનમાં સામેલ ના કરવો જોઇએ.