પુજારા-રહાણે હાંકી કાઢવાની વાતો કરનારા કયા દિગ્ગજે કરી હવે બન્નેની પ્રસંશા, જાણો શું કહ્યું
ક્યારેક ક્યારેક આપણે આપણા સિનિયર ખેલાડીઓ પ્રત્યે થોડાક આકરા બની શકીએ છીએ કારણ કે તમારી પાસે યુવા ખેલાડીઓ હોય છે જે રાહ જોતા હોય છે
નવી દિલ્હીઃ ભારતીય ટીમ હાલમાં સાઉથ આફ્રિકાના પ્રવાસે છે, અને ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝ રમી રહી છે. પ્રથમ ટેસ્ટમાં જીત બાદ ટીમ ઇન્ડિયાને બીજી ટેસ્ટમાં હારના સામનો કરવો પડ્યો છે. સતત નિષ્ફળ જઇ રહેલા સીનિયર ખેલાડીઓ ચેતેશ્વર પુજારા અને અજિંક્યે રહાણેએ જ્હોનિસબર્ગ ટેસ્ટમાં લાંબા વિરામ બાદ ફિફ્ટી ફટકારીને ફોર્મમાં આવવાના સંકેત આપ્યા છે. બન્નેના ફોર્મને જોતા હવે પૂર્વ ક્રિકેટર અને કેપ્ટન સુનિલ ગાવસ્કરે બન્નેનો સપોર્ટ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સતત બેટિંગમાં ફેઇલ જનારા પુજારા અને રહાણેને ટીમમાંથી દુર કરવની વાત પણ સુનિલ ગાવસ્કરે કરી હતી. પરંતુ હવે સપોર્ટમાં દેખાઇ રહ્યાં છે.
ગાવસ્કરે પુજારા અને રહાણે લઇને કહ્યું કે તે બન્ને ટીમના સીનિયર ખેલાડીઓ છે, અને બન્ને પર વિશ્વાસ રાખવો જોઇએ. ગાવસ્કરે કહ્યું હતું કે યુવા પ્રતિભાઓથી ઉત્સાહિત થઇ જવું સરળ હોય છે પરંતુ ટીમે પોતાના બે સિનિયર ખેલાડીઓ પર ત્યાં સુધી વિશ્વાસ દેખાડવાનું ચાલુ રાખવું જોઇએ જ્યાં સુધી તેઓ ખરાબ રીતે આઉટ ન થવા લાગે.
ગાવસ્કરે કહ્યું હતું કે, તેઓ અનુભવી છે, તેમણે ટીમ માટે વિગત સમયમાં જે કંઇ પણ કર્યુ છે, તેના કારણે ટીમે તેમને સમર્થન આપ્યું હતું. તેમને પોતાની જાત પર વિશ્વાસ હતો કે તેઓ સારું પ્રદર્શન કરશે અને તેમણે તેમ કર્યું પણ છે. ગાવસ્કરે કહ્યું હતું કે, ક્યારેક ક્યારેક આપણે આપણા સિનિયર ખેલાડીઓ પ્રત્યે થોડાક આકરા બની શકીએ છીએ કારણ કે તમારી પાસે યુવા ખેલાડીઓ હોય છે જે રાહ જોતા હોય છે અને આપણે પણ તેમને રમતા જોવા માગીએ છીએ. પરંતુ જ્યાં સુધી આ સિનિયર ખેલાડી સારું રમી રહ્યા છે અને ખરાબ રીતે આઉટ ન થતા હોય, ત્યાં સુધી મને લાગે છે કે આપણે તેમની પર વિશ્વાસ દેખાડવો જોઇએ.
આ પણ વાંચો--
ગુજરાતની આ યુનિવર્સિટી બની કોરોનાનું હોટસ્પોટ, 50થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને થયો કોરોના
Porscheએ ભારતમાં લૉન્ચ કરી 2 નવી સ્પોર્ટ્સ કારો, જાણો શું છે કિંમત
નાનું રોકાણ-મોટું ફંડ, પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોજ જમા કરો 50 રૂપિયા, તમને મળશે આટલા લાખ રૂપિયા