શોધખોળ કરો
27 વર્ષ બાદ સુનીલ કુમારે રચ્યો ઈતિહાસ, એશિયાઈ કુસ્તી ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ મેડલ
ભારતે 27 વર્ષ બાદ ગ્રીકો રોમનમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. વર્ષ 1993માં પપ્પૂ યાદવે ગોલ્ડ જીત્યો હતો.

New Delhi: India's Sunil Kumar celebrates after his win against Salidinov Azat (KAZ) in the final of 87kg category wrestling match during the Asian Wrestling Championship 2020, in New Delhi, Tuesday, Feb. 18, 2020. (PTI Photo/Vijay Verma)(PTI2_18_2020_000165B)
નવી દિલ્હી: ભારતના રેસલર સુનીલ કુમારે દિલ્હીમાં એશિયન રેસલિન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. સુનીલ કુમારે 87 કિલોગ્રામ ગ્રીકો રોમન શ્રેણીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે ભારતે 27 વર્ષ બાદ ગ્રીકો રોમનમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. વર્ષ 1993માં પપ્પૂ યાદવે ગોલ્ડ જીત્યો હતો.
ફાઈનલ મેચમાં સુનીલે કિર્ગિઝસ્તાનના અજાત સલિદિનોવને હરાવીને ગોલ્ડ જીત્યો હતો. આ પહેલા સુનિલ કુમારે કઝાકિસ્તાનના અઝામતને12-8થી હરાવીને ફાઈનલમાં પહોંચ્યો હતો. તે 2019માં પણ ફાઈનલમાં પહોંચ્યો હતો, પરંતુ ત્યારે તેને સિલ્વર મેડલથી સંતોષ માનવાનો પડ્યો હતો.
ફાઈનલ મેચમાં સુનીલે કિર્ગિઝસ્તાનના અજાત સલિદિનોવને હરાવીને ગોલ્ડ જીત્યો હતો. આ પહેલા સુનિલ કુમારે કઝાકિસ્તાનના અઝામતને12-8થી હરાવીને ફાઈનલમાં પહોંચ્યો હતો. તે 2019માં પણ ફાઈનલમાં પહોંચ્યો હતો, પરંતુ ત્યારે તેને સિલ્વર મેડલથી સંતોષ માનવાનો પડ્યો હતો. વધુ વાંચો





















