ડેવિડ વોર્નરની આ ભૂલને કારણે ઓસ્ટ્રેલિયા હારી ગયુ હોત? જાણો વિગતે
આ મેચમાં વૉર્નરે શાનદાર બેટિંગ કરતા ટીમને શરૂઆતમાં મજબૂતાઇ આપી હતી. વૉર્નરે 30 બૉલમાં 49 રનની ઇનિંગ રમી હતી, જેમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા.
નવી દિલ્હીઃ ગઇકાલે આઇસીસી ટી20 વર્લ્ડકપની બીજી સેમિ ફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાઇ, આ મેચમાં ઓસ્ટ્રેલિયા શાનદાર જીત મેળવીને વર્લ્ડકપ ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો, જોકે, ડેવિડ વોર્નરની આ ભૂલના કારણે ઓસ્ટ્રેલિયા હારી ગયુ હોત, જોકે, છેલ્લે મેથ્યૂ વેડની બેટિંગે ટીમને વિજયી બનાવી હતી. તમે જાણો છો ડેવિડ વોર્નરની કઇ ભૂલ ટીમને ભારે પડી શકતી હતી. જાણો અહીં....
ખરેખરમાં, ઓસ્ટ્રેલિયાની ઇનિંગ શરૂ થઇ અને ઓપનિંગમા આવેલા ડેવિડ વોર્નરે ટીમને સારી શરૂઆત અપાવી હતી, પરંતુ જ્યારે 11મી ઓવર આવી ત્યારે એક અનહોની ઘટના ઘટી અને ડેવિડ વોર્નરને પેવેલિયન જવુ પડ્યુ હતુ. ખરેખરમાં, આ ઓવરમાં શાદાબ ખાનના પહેલા બૉલ પર જ એમ્પાયરે ડેવિડ વોર્નરને આઉટ આપી દીધો, અને વોર્નર ચુપચાપ સીધો પેવેલિયન જતો રહ્યો હતો. આ પછી જ્યારે અલ્ટ્રાએડ્ઝમાં રિપ્લેમાં જોવામાં આવ્યુ તો સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું હતુ કે બૉલ અને બેટની વચ્ચે સંપર્ક જ ન હતો થયો, એટલે કે ડેવિડ વોર્નર નૉટ આઉટ હતો. વૉર્નરે ડીઆરએસ ના લીધો અને સીધો પેવેલિયન જતો રહ્યો હતો, ડીઆરએસ ના લેવાની વૉર્નરની આ ભૂલ ટીમને ભારે પડી શકતી હતી અને ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન સામે હારી શકતી હતી. જોકે, છેલ્લે મેથ્યૂ વેડે તોફાની બેટિંગ કરીને ટીમને જીત અપાવી હતી.
Big miss by Warner, he was not-out. pic.twitter.com/grXM42ThlZ
— Johns. (@CricCrazyJohns) November 11, 2021
વૉર્નરની શાનદાર બેટિંગ-
આ મેચમાં વૉર્નરે શાનદાર બેટિંગ કરતા ટીમને શરૂઆતમાં મજબૂતાઇ આપી હતી. વૉર્નરે 30 બૉલમાં 49 રનની ઇનિંગ રમી હતી, જેમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા.
ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન પાસેથી જીતનો કોળિયો છીનવ્યો, પાંચ વિકેટથી જીતી ફાઇનલમાં પહોંચ્યું
ટી-20 વર્લ્ડકપમાં બીજી સેમિફાઇનલ મેચમાં પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવીને ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન પાસેથી જીતનો કોળિયો છીનવી લીધો હતો. એક સમયે એવું લાગતું હતું કે પાકિસ્તાન સરળતાથી મેચ જીતી લેશે પરંતુ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ આક્રમક દેખાવ કરીને ટીમને જીત અપાવી હતી. 177 રનના ટાર્ગેટ સામે ઓસ્ટ્રેલિયાએ 19 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી 177 રન બનાવી લીધા હતા. ઓસ્ટ્રેલિયાની જીતનો હિરો મેથ્યુ વેડ રહ્યો હતો. તેણે મેચની અંતિમ ઓવરોમાં 17 બોલમાં ચાર સિક્સ અને બે ચોગ્ગા સાથે આક્રમક અણનમ 41 રન ફટકાર્યા હતા. સ્ટોઇનિસે તેને સાથ આપતા 31 બોલમાં અણનમ 40 રન ફટકાર્યા હતા.