શોધખોળ કરો

ઓમાનના કયા ખેલાડીને આવી શિખર ધવનની યાદ ને ચાલુ મેચે તેને શું કરી દીધુ, દર્શકે જોઇને ચોંક્યા, વીડિયો વાયરલ

ઓમાન (Oman)ના ખેલાડી જતિન્દર સિંહ (Jatinder Singh)માં લોકોને ધવનની ઝલક જોવા મળી. ટી20 વર્લ્ડકપમાં કાલે ઓમાન અને પાપુઆ ન્યૂ ગિની (PNG)ની વચ્ચે ક્વૉલિફાયર મેચ રમાઇ. 

Jatinder Mimics Shikhar Dhawan Celebration: ટીમ ઇન્ડિયા (Team India)ના ધાકડ ઓપનર શિખર ધવન (Shikhar Dhawan) ભલે આ વર્ષે ટી20 વર્લ્ડકપ (T20 World Cup)માં ટીમ ઇન્ડિયાનો ભાગ ના હોય, પરંતુ કાલે ઓમાન ક્રિકેટ એકેડમી (Oman Cricket Academy)ના મેદન પર તેની ઝલક જોવા જરૂર મળી. જી નહીં, તે મેદાન પર હાજર ન હતો પરંતુ ઓમાન (Oman)ના ખેલાડી જતિન્દર સિંહ (Jatinder Singh)માં લોકોને ધવનની ઝલક જોવા મળી. ટી20 વર્લ્ડકપમાં કાલે ઓમાન અને પાપુઆ ન્યૂ ગિની (PNG)ની વચ્ચે ટૂર્નામેન્ટના ક્વૉલિફાયર સ્ટેજની પહેલી મેચ રમાઇ. 

PNGની ઇનિંગ દરમિયાન લૉન્ગ ઓફ (Long Off) પર ફિલ્ડિંગ કરી રહેલા જતિન્દર સિંહે દોડતા બેટ્સમેન અસ્સાદ વાલા (Assad Vala)નો શાનદાર કેચ પકડ્યો. કેચ પકડવાની સાથે જ જતિન્દર સિંહે સ્ટેન્ડ તરફ જોયુ અને શિખર ધવનના આઇકૉનિક અંદાજ (Thigh Five)માં સેલિબ્રેશન કરતો દેખાયો. જતિન્દર સિંહના આ અંદાજને જોઇને એકવાર તો ફેન્સ પણ વિચારમાં પડી ગયા કે આ શિખર ધવન તો નથી ને, તમે પણ આ મજેદાર વીડિયોમાં જતિન્દર સિંહનો આ અંદાજ જોઇ શકાય છે. 

કાલે ઓમાનની જીતમાં હીરો બન્યો હતો જતિન્દર સિંહ -
કાલે ટી20 વર્લ્ડકપની ક્વૉલિફાયર સ્ટેજ (Qualifier Stage)માં જતિન્દર સિંહે શાનદાર પ્રદર્શન કર્યુ, તેના કારણે ઓમાને PNGને દસ વિકેટથી કરારી હાર આપી. જતિન્દરે 42 બૉલમાં માત ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 73 રનોની તાબડતોડ ઇનિંગ રમી. આની સાથે જ તે ટી20 વર્લ્ડકપમાં ફિફ્ટી ફટકારનારો ઓમાનનો પહેલો બેટ્સમેન બની ગયો છે.

જતિન્દર સિંહનો જન્મ પંજાબના લુધિયાણામાં થયો હતો. પરંતુ 2003 માં તેમના પરિવાર સાથે ઓમાનમાં સ્થાયી થયા. અને વિશ્વ કપમાં એક જ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું. જતિન્દર ઓમાનની અંડર -19 ક્રિકેટ ટીમનો પણ ભાગ રહ્યો છે. જતિન્દરના પિતા ઓમાન પોલીસમાં નોકરી કરે છે. જતિન્દરને 3 ભાઈઓ છે. તેનો નાનો ભાઈ જસપ્રીત સિંહ પણ ક્રિકેટ રમે છે.

જતિન્દર સિંહે પ્રથમ વખત 2012 માં ઓમાન માટે ડેબ્યુ કર્યું હતું. જતિન્દર અત્યાર સુધી 19 વનડેમાં 434 રન બનાવી ચૂક્યા છે. તેનો શ્રેષ્ઠ સ્કોર 107 અને સ્ટ્રાઇક રેટ 76.40 છે. આ સાથે તેણે 29 ટી 20 મેચમાં 770 રન બનાવ્યા છે. અને ટી 20 માં શ્રેષ્ઠ સ્કોર અણનમ 73 છે.

તમને જણાવી દઈએ કે, વર્લ્ડ કપમાં ઓમાનની પ્રથમ મેચ પાપુઆ ન્યુ ગિની સામે હતી. PNG એ પહેલા 20 ઓવરમાં 129 રન બનાવ્યા હતા. જવાબમાં ઓમાનની ટીમે આકીબ ઇલ્યાસના પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 43 બોલમાં 50 રન બનાવ્યા અને સાથે જ જતિન્દર સિંહે 42 બોલમાં 73 રનની મદદથી મેચ જીતી લીધી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
ઉદ્યોગપતિ કરશન પટેલ પર MLA હાર્દિકના પ્રહાર, કહ્યું- 'આંદોલનથી શું મળ્યું, કરશનભાઈને ખબર ન હોય, તે કરોડપતિ છે'
ઉદ્યોગપતિ કરશન પટેલ પર MLA હાર્દિકના પ્રહાર, કહ્યું- 'આંદોલનથી શું મળ્યું, કરશનભાઈને ખબર ન હોય, તે કરોડપતિ છે'
Stock Market Crash: અચાનક શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: અચાનક શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો
HMPV Virus: ચીનમાં ફેલાઇ રહેલો HMPV વાયરસનો ભારતમાં નોંધાયો પ્રથમ કેસ, આઠ મહિનાની બાળકી સંક્રમિત
HMPV Virus: ચીનમાં ફેલાઇ રહેલો HMPV વાયરસનો ભારતમાં નોંધાયો પ્રથમ કેસ, આઠ મહિનાની બાળકી સંક્રમિત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patidar Samaj : Karsan Patelના નિવેદનથી રાજકારમ ગરમાયું, હાર્દિક પટેલે શું કહ્યું?HMPV Virus In India : HMPV વાયરસની ભારતમાં એન્ટ્રીથી મચ્યો ખળભળાટ, ક્યાં નોંધાયો કેસ?Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
ઉદ્યોગપતિ કરશન પટેલ પર MLA હાર્દિકના પ્રહાર, કહ્યું- 'આંદોલનથી શું મળ્યું, કરશનભાઈને ખબર ન હોય, તે કરોડપતિ છે'
ઉદ્યોગપતિ કરશન પટેલ પર MLA હાર્દિકના પ્રહાર, કહ્યું- 'આંદોલનથી શું મળ્યું, કરશનભાઈને ખબર ન હોય, તે કરોડપતિ છે'
Stock Market Crash: અચાનક શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: અચાનક શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો
HMPV Virus: ચીનમાં ફેલાઇ રહેલો HMPV વાયરસનો ભારતમાં નોંધાયો પ્રથમ કેસ, આઠ મહિનાની બાળકી સંક્રમિત
HMPV Virus: ચીનમાં ફેલાઇ રહેલો HMPV વાયરસનો ભારતમાં નોંધાયો પ્રથમ કેસ, આઠ મહિનાની બાળકી સંક્રમિત
Cold Wave: ઉત્તરાયણ પહેલા કૉલ્ડવેવનું મોજુ ફરી વળશે, જાણો ઠંડીની લેટેસ્ટ આગાહી અંગે...
Cold Wave: ઉત્તરાયણ પહેલા કૉલ્ડવેવનું મોજુ ફરી વળશે, જાણો ઠંડીની લેટેસ્ટ આગાહી અંગે...
Girnar RopeWay: ગિરનાર પર્વત પર ફરી રૉપ-વે સર્વિસ બંધ, ભારે પવનો ફૂંકાતા લેવાયો નિર્ણય
Girnar RopeWay: ગિરનાર પર્વત પર ફરી રૉપ-વે સર્વિસ બંધ, ભારે પવનો ફૂંકાતા લેવાયો નિર્ણય
HMPV VIRUS: આવા લોકોને જલદી શિકાર બનાવી રહ્યો છે ચીનમાં ફેલાયેલો HMPV વાયરસ, જાણો કેવી રીતે બચશો?
HMPV VIRUS: આવા લોકોને જલદી શિકાર બનાવી રહ્યો છે ચીનમાં ફેલાયેલો HMPV વાયરસ, જાણો કેવી રીતે બચશો?
Golden Globes Winners: ભારતીય ફિલ્મ 'ઓલ વી ઇમેઝિન એઝ લાઇટ' એવૉર્ડ જીતવાથી ચૂકી, જુઓ ગૉલ્ડન ગ્લૉબ એવોર્ડ વિજેતાઓનું લિસ્ટ
Golden Globes Winners: ભારતીય ફિલ્મ 'ઓલ વી ઇમેઝિન એઝ લાઇટ' એવૉર્ડ જીતવાથી ચૂકી, જુઓ ગૉલ્ડન ગ્લૉબ એવોર્ડ વિજેતાઓનું લિસ્ટ
Embed widget