ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ક્યા બે ખેલાડીને પડતા મૂકવાની આકાશ ચોપરાએ કરી તરફેણ ?
ચોપડાએ કહ્યું કે ટી20 ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો દેખાવ એકદમ ખરાબ રહ્યો છે અને આ કારણે કિવીઓ સામે ભારતીય ટીમમાં કોહલીએ બૉલિંગ કૉમ્બિનેશનને મજબૂત કરવુ પડશે.
નવી દિલ્હીઃ ટી20 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાની શરૂઆત સારી નથી રહી, પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે મળેલી હારથી ટીમ ઇન્ડિયાનુ સેમિફાઇનલમાં પહોંચવાનુ ગણિત થોડુ વધારે જટીલ બની ગયુ છે. પાકિસ્તાન સામે 10 વિકેટથી હારનો સામનો કરવા પછી ટીમ ઇન્ડિયામાં ફેરફારની માંગ ઉઠી છે. હવે આ લિસ્ટમાં પૂર્વ ક્રિકેટર અને કૉમેન્ટેટર આકાશ ચોપડા પણ જોડાઇ ગયો છે. તેને આગામી ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં વિરાટ કોહલીને ટીમ ઇન્ડિયામાં બે ફેરફાર કરવાની સલાહ આપી દીધી છે. ચોપડાએ કહ્યું કે ટી20 ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો દેખાવ એકદમ ખરાબ રહ્યો છે અને આ કારણે કિવીઓ સામે ભારતીય ટીમમાં કોહલીએ બૉલિંગ કૉમ્બિનેશનને મજબૂત કરવુ પડશે.
પોતાની યુટ્યૂબ ચેનલ પર વાત કરતાં આકાશે કહ્યું- તમે પાંચ બૉલરોના કૉમ્બિનેશનની સાથે મેદાન પર નથી ઉતરી શકતા. આને તમે બે રીતે જોઇ શકો છો. જો તમારે છઠ્ઠા બૉલરની જરૂર લાગે છે તો તમારે હાર્દિકની જગ્યાએ શાર્દૂલ ઠાકુરને રમાડવો જોઇએ, પરંતુ તે યોગ્ય રિપ્લેસમેન્ટ નહીં હોય. હું કહીશ કે તમે હાર્દિકને ટીમમાં રાખો, પણ કૉમ્બિનેશન ચેન્જ કરવાની જરૂર છે, કેમ કે ભુવનેશ્વર હવે પહેલા જેવો બૉલર નથી દેખાતો. શમીનુ પ્રદર્શન ટી20માં કંઇક ખાસ નથી. જાડેજા ચાર ઓવર ફેંકનારો બૉલર છે, પરંતુ તે વિકેટ લેનારો બૉલર નથી. તે રાહુલ ચાહર કે યુજવેન્દ્ર ચહલ નથી.
વરુણ ચક્રવર્તીને લઇને વાત કરતા આકાશ ચોપડાએ કહ્યું- વરુણ ચક્રવર્તીએ હજુ સુધી ઓછી આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, તે તેને થોડો ટાઇમ આપો. પરંતુ શું તમે તેની સાથે જવા માંગશો? કેમ કે તમે જ્યારે પાંચ બૉલરોની સાથે ઉતરો છો તો કોઇ તો ફોર્મમાં હોવુ જરૂરી છે, અને આ તમે બિલકુલ પણ અફોર્ડ નથી કરી શકતા કે કોઇપણ બૉલરનુ પ્રદર્શન ખરાબ રહે. આ કારણે મને લાગે છે કે તમારે બૉલિંગ કૉમ્બિનેશન ચેન્જ કરવુ પડશે.