10 વર્ષ પહેલા એકજ ટીમમાંથી રમીને સ્કૂલને જીતાડી હતી ફાઇનલ, આજે બન્ને દોસ્તો પોત-પોતાના દેશ માટે રમશે ફાઇનલ, જાણો કોણ છે........
બે બાળપણના બે મિત્રો એટલે કે માર્કસ સ્ટૉઇનિસ અને ડેરિલ મિશેલ. આ બન્ને એક સમયે સ્કૂલ ક્રિકેટમાં એક જ ટીમમાંથી સાથે રમતા હતા.
નવી દિલ્હીઃ આજે આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021ની ફાઇનલ મેચ દુબઇની મેદાન પર રમાશે. ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ આમને સામને ટકરાશે, જોકે આ પહેલા બન્ને ટીમો વનડે વર્લ્ડકપ 2015માં ટકરાઇ ચૂકી છે, અને ઓસ્ટ્રેલિયાએ ટ્રૉફી પર કબજો જમાવ્યો હતો. જોકે, હવે ફરી એકવાર બન્ને વર્લ્ડકપ ટ્રૉફી પર કબજો જમાવવા આમને સામને આવ્યા છે. આ બધાની વચ્ચે એક મજાની વાત એ છે કે, આ બન્ને ટીમોમાં એક એક ખેલાડી એવા છે, એકસમયે સારા મિત્રો હતા અને સ્કૂલ ક્રિકેટમાં એક જ ટીમમાંથી રમતા હતા.
બે બાળપણના બે મિત્રો એટલે કે માર્કસ સ્ટૉઇનિસ અને ડેરિલ મિશેલ. આ બન્ને એક સમયે સ્કૂલ ક્રિકેટમાં એક જ ટીમમાંથી સાથે રમતા હતા. આ વાત છે વર્ષ 2009ની, પરંતુ પછી વધુ સારા ક્રિકેટર બનવાની ઈચ્છાથી તેમના રસ્તા અલગ થઈ ગયા. ઓસ્ટ્રેલિયાના વર્તમાન કોચ જસ્ટિન લેંગર સહિત ત્રણેય સ્કારબોરો માટે ફર્સ્ટ-ક્લાસ પ્રીમિયરની ઉજવણી કરી હતી. પરંતુ હવે તે ઉજવણીના એક દાયકા પછી માર્કસ સ્ટૉઇનિસ અને ડેરિલ મિશેલ આઇસીસી ટ્રૉફી જીતવા મેદાને પડ્યા છે.
બાળપણના મિત્રો છે માર્કસ સ્ટૉઇનિસ અને ડેરિલ મિશેલ-
ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર માર્કસ સ્ટૉઇનિસ અને કિવી ઓલરાઉન્ડર ડેરિલ મિશેલ બન્ને બાળપણના સારા મિત્રો છે. બન્ને સ્કૂલની ફાઇનલ મેચમાં સ્કારબોરો માટે સાથે રમ્યા હતા. સ્ટોઇનિસે સેમિફાઇનલમાં 189 રન બનાવ્યા હતા. બીજી તરફ મિશેલે 26 રન આપીને 4 વિકેટ લીધી હતી, બંને ખેલાડીઓએ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેના આધારે સ્કારબરોએ બેઝવોટર-મોર્લીને હરાવી પ્રીમિયરશિપનો ખિતાબ જીત્યો હતો. ગઇકાલના સ્કૂલના મિત્રો આજે પોતાની ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવવા માટે આમને સામને ટકરાઇ રહ્યાં છે. મિશેલ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ ટીમ માટે પોતાની તાકાત બતાવતો દેખાશે, તો વળી સ્ટોઈનિસ ઓસ્ટ્રેલિયા માટે મેદાને પડશે.