(Source: ECI/ABP News/ABP Majha)
ભારતને પછાડવા પાકિસ્તાને કયા ત્રણ ખેલાડીઓને આગળ કર્યા, મેદાન પર જઇને શું કરવાનુ કહી દીધુ, જાણો વિગતે
રિપોર્ટ છે કે, પાકિસ્તાને ભારતને ટી20 વર્લ્ડકપમાં પછાડવા માટે નવી તૈયારીઓના ભાગ રૂપે ત્રણ ખેલાડીઓને ફિનિશરનો રૉલ આપ્યો છે. જાણો કેવી છે પાકિસ્તાનની પ્લેઇંગ ઇલેવન...........
Pakistan Playing 11: ટી20 વર્લ્ડકપની શરૂઆત થઇ ગઇ છે. હવે આગામી 24 ઓક્ટોબરે સૌથી મોટી મેચ રમાવવાની છે, આ મેચ છે ભારત અને પાકિસ્તાન વચ્ચેની. એટલે કે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન આમને સામને ટકરાશે. આ મેચને લઇને ભારતીય ક્રિકેટ ટીમે તો પહેલાથી જ તૈયારીઓ કરી લીધી છે, અને કયા ખેલાડીઓને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરાશે, તેની પણ બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી લીધી છે. પરંતુ પાકિસ્તાન હજુ સુધી પ્લેઇંગ ઇલેવન સિલેક્શનમાં જ પડી છે. હવે રિપોર્ટ છે કે, પાકિસ્તાને ભારતને ટી20 વર્લ્ડકપમાં પછાડવા માટે નવી તૈયારીઓના ભાગ રૂપે ત્રણ ખેલાડીઓને ફિનિશરનો રૉલ આપ્યો છે. જાણો કેવી છે પાકિસ્તાનની પ્લેઇંગ ઇલેવન...........
બાબર અને રિઝવાનનો જોડી કરશે ઓપનિંગ-
એ તો સ્પષ્ટ છે કે ભારત વિરુદ્ધ કેપ્ટન બાબર આઝામ અને વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન ઓપનિંગ કરશે. વળી, ફખર ઝમાન ત્રણ નંબર પર બેટિંગમાં ઉતરશે. સોમવારે વેસ્ટ ઇન્ડિઝ સામે વોર્મ અપ મેચમાં પણ આ ત્રણેય ખેલાડીઓએ બેટિંગ કરી હતી. આ પછી અનુભવી બેટ્સમેન મોહમ્મદ હાફિઝ ચાર નંબર પર આવ્યો અને શોએબ મલિક પાંચ નંબર પર રમ્યો હતો.
ફિનિશરનો રૉલ કરશે આ ત્રણેય ખેલાડી-
ભારતને પછાડવા માટે પાકિસ્તાને ખાસ પ્લાન બનાવ્યો છે, તે પ્રમાણે, વિસ્ફોટક બેટ્સમેન આસિફ અલી, ઓલરાઉન્ડર ઇમાદ વસીમ અને શાદાબ ખાને ફિનિશરના રૉલમાં દેખાશે. ટીમે આ ત્રણેય ખેલાડીઓને મેદાન પર ભારતને હરાવવા માટે ફિનિશરની ભૂમિકામાં બેટિંગ કરવાનુ કહી દીધુ છે. વળી, ફાસ્ટ બૉલિંગ વિભાગમાં હસન અલી, હારિસ રઉફ અને શાહીન શાહ આફ્રિદી દેખાશે.
પાકિસ્તાનની સંભવિત પ્લેઇંગ ઇલેવન-
બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝાવન (વિકેટકીપર), ફખર ઝમાન, મોહમ્મદ હાફિઝ, શોએબ મલિક, આસિફ અલી, ઇમાદ વસીમ, શાદાબ ખાન, હસન અલી, હારિફ રાઉફ, શાહિન શાહ આફ્રિદી
પાકિસ્તાનની 15 સભ્યોની ફૂલ સ્ક્વૉડ-
બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન (ઉપકેપ્ટન), આસિફ અલી, ફખર ઝમાન, હૈદર અલી, હારિસ રાઉફ, હસન અલી, ઇમાદ વસીમ, મોહમ્મદ હાફિઝ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝાવાન (વિકેટકીપર), મોહમ્મદ વસીમ જૂનિયર, સરફરાજ અહેમદ (વિકેટકીપર), શાહિન શાહ આફ્રિદી, શોએબ મલિક.
રિઝર્વ ખેલાડી-
ખુશદિલ શાહ, શાહનવાઝ દહાની, ઉસ્માન કાદિર.