શોધખોળ કરો

T20 World Cup 2021: ‘બેટા હળદરવાળું દૂધ પીજે’ જ્યારે સર્જરી પહેલા હાર્દિકને આવ્યો હતો કપિલ દેવનો ફોન,ઓલરાઉન્ડરે શેર કર્યો આ કિસ્સો

T20 World Cup 2021: તેમના સમયના દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલ દેવ હંમેશા પાંડ્યાના ફેન રહ્યાં છે. હાર્દિક પંડ્યાએ 2019માં લંડનમાં થયેલી તેમની સર્જરી દરમિયાનનો એક કિસ્સો શેર કર્યો છે.

T20 World Cup 2021: ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર(Allrounder) ટી 20 વર્લ્ડ કપને જીતવાની કવાયતમાં લાગી ગયા છે. જો કે હાર્દિક પંડ્યાં છેલ્લા કેટલાક દિવસથી ફિટનેસની સમસ્યા સામે ઝઝુમી રહ્યાં છે. એ જ કારણ છે કે તેને ઇન્ટરનેશનલ મેચમાં પણ નથી જોવા મળતો. જો કે હાર્દિકના ફેન્સ તેની કમીને મહેસૂસ કરી રહ્યાં છે. ભારતના મહાન પૂર્વ કેપ્ટન અને તેમના સમયના દિગ્ગજ ખેલાડી કપિલ દેવ પણ તેના ફેન છે. હાર્દિક પંડ્યાંની 2019માં સર્જરી થઇ હતી, આ સમયનો તેમને એક કિસ્સો શેર કર્યાં છે.  હાર્દિકે જણાવ્યું કે,’ તે સમયે મુશ્કેલ સમયમાં કેવી રીતે કપિલ દેવે તેમનો હિંમત વધારી હતી’

હાર્દિક પંડ્યાએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં આ કિસ્સો શેર કરતા કહ્યું હતું કે,  "લંડન મારી પીઠની સર્જરી પહેલા, કપિલ દેવએ મને ફોન કર્યો હતો. મને તે ખૂબ જ આનંદ થયો હતો. તેમણે કહ્યું હતું કે, 'બેટા પ્લીઝ તું તારૂ ધ્યાન રાખજે અને હળદરવાળું દૂધ પીજે, જેથી જલ્દી રિકવરી આવશે.ઉલ્લેખનિય છે કે, હાર્દિક પંડયા તેમના ડેબ્યૂ વન ડે મેચમાં ટીમ ઇન્ડિયાની કેપ મળવી તે મારા માટે ખુબ જ ખાસ પળ હતી. તેમણે એક કેપ મને આપતાં કહ્યું હતું કે, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, તું આ મેચમાં મારાથી સારૂ પ્રદર્શન કરીશ, આપને આગળ પર ખૂબ સફળતા મળશે.બસ આજ રીતે મહેનત કરતા રહો.

ઉલ્લેખનિય છે કે, 2019માં થયેલી પીઠની સર્જરી બાદથી જ પંડ્યા સતત તેમની ફિટનેસને લઇને પરેશાન હતા. ત્યાંથી અત્યાર સુધીમાં તેમને એક પણ મેચ નથી રમ્યો. તો બીજી તરફ લિમિટેડ ઓવર્સમાં પણ તે સારા રન કરતા જોવા મળે છે.

ઇગ્લેન્ડ સામે વોર્મ અપમાં પણ ન કરી બોલિંગ

હાર્દિકે ઇંગ્લેન્ડની સામે સોમવારે એક અભ્યાસ મેચમાં બોલિગ ન હતી કરી. જો કે આ દરમિયાન ફરી એકવાર હાર્દિકને લઇને કપિલ દેવે મોટું નિવેદન આપ્યું છે. કપિલે હાર્દિકને બોલિગ ન કરવા મુદ્દે કહ્યું કે, ‘એક ઓલરાઉન્ડરનું  ટીમમાં હોવું ખાસ હોય છે. હાર્દિક બોલિંગ નહી કરે તો વર્લ્ડ કપમાં ટીમની શક્યતાઓને મોટ ફરક નહી પડે. જો કે તેમના એક અથવા બે ઓવર નાખવાથી કોહલી પાસે મેચ દરમિયાન બોલરને રોટેટ કરવાનો ઓપ્શન રહેશે. ઉલ્લેખનિય છે કે, ભારત ટી20 વર્લ્ડ કપમાં ખેલની શરૂઆત 24 ઓક્ટોબરે પાકિસ્તાન સાથેના મુકાબલાથી કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Embed widget