શોધખોળ કરો
Advertisement
મેદાન પર દક્ષિણ આફ્રિકાના ખેલાડીએ બતાવ્યો જાદૂ, કેચ પકડ્યા બાદ મેદાન પર રૂમાલની બનાવી દીધી લાકડી
તબરેજ શમ્સીએ કેચ કર્યા બાદ પોતાના ખિસ્સામાંથી લાલ રંગનો રૂમાલ કાઢ્યો હતો અને તેની લાકડી(સ્ટીક) બનાવી દીધી હતી. જેને જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા.
નવી દિલ્હી: ક્રિકેટના મેદાન પર ખેલાડીઓનો જશ્ન મનવવાનો અંદાજ અલગ અલગ જોવા મળે છે. પરંતુ દક્ષિણ આફ્રિકાના બોલરે મેદાન પર જે કરતબ દેખાડ્યું તેને જોઈને બધા ચોંકી ઉઠ્યા હતા દીધાં હતા. દક્ષિણ આફ્રિકાના સ્પિનર તબરેજ શમ્સીએ કેચ કર્યા બાદ મેદાન પર જાદૂ બતાવ્યો હતો. જેનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
દક્ષિણ આફ્રિકામાં હાલમાં મજાંસી સુપર લીગ(MCL) ટી-20 રમાઈ રહી છે. પાર્લ રોક્સ અને ડરબન હીટ વચ્ચે બુધવારે આ મેચ રમાઈ હતી. શામ્સી પાર્લ ટીમ તરફથી રમી રહ્યા છે. તેમણે હર્ડુસ વિલ્જોએનના બોલ પર વિહાબ લુબ્બેનો કેચ કર્યો હતો. તબરેજ શમ્સીએ કેચ કર્યા બાદ પોતાના ખિસ્સામાંથી લાલ રંગનો રૂમાલ કાઢ્યો હતો અને તેની લાકડી(સ્ટીક) બનાવી દીધી હતી. જેને જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા.
મજાંસી સુપર લીગો પોતાના ઓફિસિયલ ટ્વિટર પર શમ્સીનો આ જાદૂવાળો વીડિયો પોસ્ટ કર્યો છે. કેપ્શનમાં લખ્યું કે, ‘વિકેટ ! શમ્સી તરફથી થોડોક જાદૂ પણ ’ જો કે, શમ્સી તેમની ટીમને જીત અપાવી શક્યા ન હતા. મેચમાં ડરબને 4 વિકેટ પર 197 રન બનાવીને મેચ જીતી મેળવી હતી.WICKET!
— Mzansi Super League ???? ???????? ???? (@MSL_T20) December 4, 2019
A bit of magic from @shamsi90 ????
#MSLT20 pic.twitter.com/IxMqRYF1Ma
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion