નવી દિલ્હીઃ મેજબાન ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટીમ ઇન્ડિયા પોતાના પ્રવાસની શરૂઆત ટી20 સીરીઝથી કરવા જઈ રહી છે. ત્રણ મેચની સીરીઝનો પ્રથમ મેચ બુધવારે બ્રિસ્બેનમાં રમાશે. વિરાટ બ્રિગેડ પોતાની તૈયારીને અંતિમ રૂમ આપી રહી છે. બન્ને કેપ્ટન (વિરાટ કોહલી અને એરોન ફિંચ) ટી20 ટ્રોફીનું અનાવરણ કરી ચૂક્યા છે.