Rajkot News | મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ક્ષત્રિય સમાજના અગ્રણી પી.ટી.જાડેજા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ
રાજકોટ ક્ષત્રિય સમાજના અગ્રણી અને ક્ષત્રિય આંદોલનના મોભી પી.ટી.જાડેજા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત રાજકોટ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં પી.ટી. જાડેજા સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજા સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ. આરોપ છે કે પી.ટી.જાડેજાએ સુરેશ પરમાર નામના વ્યક્તિને 54.50 લાખ 3 ટકા વ્યાજે આપ્યા હતા. 25 લાખનું પી.ટી. જાડેજાએ RTGS કરી બાકીના રોકડા રૂપિયા રોકડ આપ્યા. ફરિયાદી સુરેશભાઈએ 30 લાખની સામે RTGS કરી અન્ય રકમ રોકડ આપી. પરંતુ પી.ટી.જાડેજાએ ઘરનો દસ્તાવેજ કબજે કરી સાટાખત કરાવી લીધું તેમજ રૂપિયા 5 લાખના 7 ચેક લીધા હોવાનો આરોપ છે. દસ્તાવેજ અને ચેક પરત જોઈતો હોઈ તો 10 ટકા વ્યાજ છેલ્લા 3 મહિનાનું આપવાનું અને રકમ મોડી આપી તે બદલ 5 ટકાની પેનલ્ટી આપવાનું કહ્યું. સાથે જ ધમકી આપી હોવાનો પણ આરોપ છે. હાલ તો માલવીયા નગર પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી છે.