CM Bhupendra Pate: સરકારી કર્મચારીઓના હિતમાં CM ભૂપેન્દ્ર પટેલનો વધુ એક નિર્ણય
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં વધારો કરવાનો સમાવેશ થાય છે.
આ પહેલા, રાજ્ય સરકારના કર્મચારીઓને વય નિવૃત્તિ સમયે મહત્તમ રૂ. 20 લાખની નિવૃત્તિ ગ્રેજ્યુઈટી મળતી હતી. પરંતુ હવે મુખ્યમંત્રીના નિર્ણય મુજબ, આ મર્યાદા વધારીને રૂ. 25 લાખ કરવામાં આવી છે. આ નિર્ણય કેન્દ્ર સરકારના ધોરણોને અનુરૂપ છે અને તેનાથી રાજ્યના કર્મચારીઓને નિવૃત્તિ પછી આર્થિક સુરક્ષા મળશે.
આ કર્મચારી હિતલક્ષી નિર્ણયને પરિણામે હવે રાજ્ય સરકારના કર્મચારી અધિકારીઓને નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટી મહત્તમ રૂ. ૨૫ લાખની મર્યાદામાં આપવામાં આવશે.
આ નવો નિર્ણય તા. 1 જાન્યુઆરી, 2024 પછી વય નિવૃત્ત થતા કર્મચારીઓને લાગુ પડશે.આ નિર્ણયને પરિણામે રાજ્ય સરકાર પર વાર્ષિક રૂ. 53.15 કરોડનું વધારાનું ભારણ આવશે. જો કે, કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.