CM Bhupendra Patel: વડોદરાને CM ભૂપેન્દ્ર પટેલની 616 કરોડનાં વિકાસકાર્યોની ભેટ
વડોદરામાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 616 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુરત કર્યું હતું, તો અલકાપુરી રેલવે અન્ડર પાસ ઉપર નવો ઓવરબ્રિજ બનવાની જાહેરાત પણ કરી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલા સર સયાજીરાવ નગર ગૃહ ખાતે વડોદરાના વિકાસના 616 કરોડના 77 કામોનું લોકાર્પણ અને ખાતમુરત કર્યું હતું શહેરમાં પ્રવેશતા જ શહેર સ્વચ્છ જોવા મળ્યું હતું. જે કાયમી રહે તેવી વાત તેમણે કરી હતી, હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાન્ચેઝ વડોદરા આવ્યા હતા. વડોદરાથી એરક્રાફ્ટ બનવાનું શરૂ થયું વિકાસમાં અહમ યોગદાન વડોદરાનું પણ રહેલું છે ત્યારે વડોદરાને વિકાસના માર્ગે લઈ જવા માટે સતત વિકાસના કામ થઈ રહ્યા છે જરૂરિયાત મંદ લોકોને ગરીબ આવાસ યોજનાના મકાનોની તેમણે આજે ચાવી પણ અર્પણ કરી હતી. 616.14 કરોડના 77 નવીન કામોમાં 353.64 કરોડ ના 36 કામોનું લોકાર્પણ અને 262.92 કરોડના 41 વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. પાણી, સ્ટ્રીટ લાઈટ, હાઉસિંગ માર્ગો, બિલ્ડીંગ, બ્રિજ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કામોનું પણ લોકાર્પણ કરાયું હતું. વડોદરામાં સૌથી વિકટ પ્રશ્નો રેલવે સ્ટેશન બસ સ્ટેશનથી અલકાપુરી તરફ જવાનો અંડર પાક જે દર ચોમાસામાં ભરાઈ જાય છે લોકો માટે સમસ્યાનું કારણ બને છે ત્યાં હવે નવા રેલવે ઓવરબ્રિજ બનવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીની ના પ્રવચન દરમિયાન બાજુમાં બેઠેલા ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું વિકાસમાં વડોદરાને વધુ નાણાં ફાળવજો ત્યારે સીએમએ તરત જ જવાબ આપતા કહ્યું વિકાસના જે પણ કામ હશે તેમાં રાજ્ય સરકાર વધુ નાાળા પણ ફાળવશે વિકાસ એ જ સરકારનું લક્ષ્ય જણાવ્યું હતું.
![Nadiad: દારૂમાંથી ન મળ્યું મિથેનોલ કે આલ્કોહોલ તો ત્રણ લોકોના મોત થયા કેવી રીતે? | Abp Asmita](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/10/8917a3e9a7cd54a5d6f4af39e9f290721739166317628722_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![Patan: તળાવમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત, જાણો કેવી રીતે બની આખી ઘટના?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/10/594ff29215396ebc30180aa3871de1cd1739165861569722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Arvalli Hit And Run: ટ્રકચાલકે રિક્ષાને ફંગોળી, એકનું મોત ત્રણ ઘાયલ | Abp Asmita](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/10/4e23c7d10a86860fbc01f8bc35629a901739165519732722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Kheda: કથિત લઠ્ઠાકાંડમા ત્રણના મોત, પરિવારનો દેશી દારૂ પીધા બાદ મોત થયાનો આરોપ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/10/699706d99693141858a4c05bd209593e1739161138011722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Patan: વડાવલી ગામમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત | Abp Asmita | 10-2-2025](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/10/5685eb0929d8576e6b1c86619943b3801739160911931722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)