આ તસવીર જોતાં જ ફેન્સ ભડકી ઉઠ્યા હતા અને કોહલીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. ફેન્સે લખ્યું છે કે ઈંગ્લેન્ડ જઈ માલ્યા સાથે મુલાકાત કરવા બદલ કોહલીને સજા કરવી જોઈએ. આ ઉપરાંત અન્ય ફેન્સ પણ વિવિધ કમેન્ટ કરી રહ્યા છે.
2/3
મેચ પૂરી થયા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાનો ઉત્સાહ વધારવા આવેલા ઢોલ વગાડનારા કલાકારો સાથે તસવીર પડાવી હતી. આ તસવીરમાં વિરાટ કોહલીની સાથે ઢોલ વગાડનારા તો છે જ પરંતુ તેની સાથે માલ્યા પણ દ્રષ્ટિગોચર થાય છે.
3/3
લંડનઃ ભારતીય બેંકોને 9000 કરોડ રૂપિયાનો ચૂનો લગાડી લંડન ભાગી ગયેલા વિજય માલ્યા સાથે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની એક તસવીરને લઈ વિવાદ થઈ શકે છે. ભારત અને ઈંગ્લેન્ડની કાઉન્ટી ટીમ એસેક્સ વચ્ચે રમાયેલી પ્રેક્ટિસ મેચ બાદ આ તસવીર લેવામાં આવી હતી.