શોધખોળ કરો
Advertisement
વિઝડન પણ થયું કોહલી પર ફિદા, દાયકાની બેસ્ટ ટીમનો બનાવ્યો કેપ્ટન
કોહલી છેલ્લા એક દાયકામા ટેસ્ટ ક્રિકેટમાં 27 સદીની મદદથી 7,292 રન બનાવ્યા છે. આ ઉપરાંત વન ડેમાં 11,125 અને ટી-20માં 2,633 રન બનાવ્યા છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને દાયકાના 5 સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોની યાદીમાં સ્થાન આપ્યું છે. કોહલી ઉપરાંત સાઉથ આફ્રિકાના ડેલ સ્ટેન અને એબી ડિવિલિયર્સ, ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ અને મહિલા ક્રિકેટની દિગ્ગજ ઓલરાઉન્ડર એલિસ પેરી આ લિસ્ટમાં સામેલ છે.
કોહલીએ છેલ્લા 10 વર્ષમાં અન્ય બેટ્સમેનોની તુલનામાં 5,775 વધારે રન બનાવ્યા છે અને દાયકાનો શ્રેષ્ઠ બેટ્સમેન રહ્યો છે. આ 31 વર્ષીય બેટ્સમેનને દાયકાની વિઝડન ટેસ્ટ ટીમનો કેપ્ટન પણ બનાવાયો છે. જ્યારે વન ડે ટીમમાં પણ સામેલ છે.
વિઝડને લખ્યું કે, કોહલી પ્રતિભાશાળી છે. ઈંગ્લેન્ડના 2014ના પ્રવાસના અંતથી લઈ બાંગ્લાદેશ સામે નવેમ્બરમાં કોલકાતા ટેસ્ટ સુધી 63 રનની સરેરાશથી રન બનાવ્યા છે. જેમાં 21 સદી અને 13 અડધી સામેલ છે. તે ત્રણેય આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં 50થી વધુની સરારેશથી રન બનાવનારો એકલો ખેલાડી છે.
વિઝડન મુજબ, સચિન તેંડુલકરની નિવૃત્તિ બાદ અને મહેન્દ્ર સિંહ ધોનીના કરિયર અંત તરફ વધી રહી છે ત્યારે વિશ્વમાં કોઈ પણ અન્ય ક્રિકેટર એવો નથી જે દરરોજ કોહલીની જેમ દબાણમાં રમતો હોય.
કોહલી છેલ્લા એક દાયકામા ટેસ્ટ ક્રિકેટમાં 27 સદીની મદદથી 7,292 રન બનાવ્યા છે. આ ઉપરાંત વન ડેમાં 11,125 અને ટી-20માં 2,633 રન બનાવ્યા છે. તેના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 70 સદી બોલે છે અને તેંડુલકર (100 સદી) તથા રિકી પોન્ટિંગ (71 સદી)થી પાછળ છે.
બિન સચિવાલય પેપરલીક મામલોઃ દાણીલીમડાની એમ.એસ.પબ્લિક સ્કૂલ ક્યારથી છે કાર્યરત ? કોના પરથી પડ્યું છે નામ, જાણો વિગત
રશ્મિ દેસાઈને લઈ થયો ખુલાસો, આ કારણે નંદીશ સંધૂ સાથે લીધા હતા છૂટાછેડા, જાણો વિગત
બિન સચિવાલય પેપરલીક મામલોઃ જાણો કેવી રીતે લીક કરવામાં આવ્યું પેપર?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દુનિયા
Advertisement