શોધખોળ કરો
જસપ્રીત બુમરાહે શેર કર્યો બાળપણનો ફોટો, કહી આ વાત, જાણો વિગતે
ફાસ્ટ બોલરે આજે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બે ફોટા શેર કર્યા છે. પહેલા ફોટામાં બુમરાહની ઘણી જૂની તસવીર છે. જેમાં તેને ટ્રોફી આપવામાં આવી રહી છે. જ્યારે બીજા ફોટામાં બુમરાહની તાજેતરની તસવીર છે. તેના કેપ્શનમાં લખ્યું છે, ક્યાંથી શરૂઆત કરી હતી અને આજે હું અહીંયા પહોંચી ગયો છું.

અમદાવાદઃ ભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ હાલ ઈજાના કારણે બહાર છે. બુમરાહ જ્યારથી ટીમ ઈન્ડિયામાં આવ્યો છે ત્યારથી સતત સારો દેખાવ કરી રહ્યો છે અને તેની બોલિંગને નિખારી રહ્યો છે. ત્રણ વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એન્ટ્રી કરનારો બુમરાહ ધીમે ધીમે આગળ વધતા આજે એક ઊંચાઈ પર પહોંચી ગયો છે. જેને હાંસલ કરવાની દરેક ક્રિકેટરની ઈચ્છા હોય છે. ફાસ્ટ બોલરે આજે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બે ફોટા શેર કર્યા છે. પહેલા ફોટામાં બુમરાહની ઘણી જૂની તસવીર છે. જેમાં તેને ટ્રોફી આપવામાં આવી રહી છે. જ્યારે બીજા ફોટામાં બુમરાહની તાજેતરની તસવીર છે. તેના કેપ્શનમાં લખ્યું છે, ક્યાંથી શરૂઆત કરી હતી અને આજે હું અહીંયા પહોંચી ગયો છું.
2018માં સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ ડેબ્યૂ કરનારા બુમરાહે 12 ટેસ્ટમાં 19.24ની સરેરાશથી 62 વિકેટ લીધી છે. જ્યારે 58 વન ડેમાં 21.28ની સરેરાશથી 103 અને 42 ટી ક્રિકેટમાં 20.17ની એવરેજથી 51 વિકેટ ઝડપી છે. વર્લ્ડકપ સેમિ ફાઇનલમાં હાર બાદ તૂટી ગયો હતો ધોની, પ્રથમ વખત કર્યા અનેક ખુલાસા, જાણો વિગત Ayodhya case: હિંદુ પક્ષના વકીલે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા નકશાની જુઓ તસવીર મુંબઈના બેટ્સમેને રચ્ચો ઈતિહાસ, લિસ્ટ A કરિયરમાં બેવડી સદી ફટકારનારો સૌથી યુવા ખેલાડી બન્યો, જાણો વિગતેStarted from the bottom now we're here. 🦁🔥 pic.twitter.com/4Sv1wtoFxE
— Jasprit Bumrah (@Jaspritbumrah93) October 16, 2019
વધુ વાંચો





















