શોધખોળ કરો
Advertisement
સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી માટે આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત, લોકેશ રાહુલની થઈ શકે છે હકાલપટ્ટી
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં યુવા ઓલરાઉન્ડર હાર્દિક પંડયાને પસંદગીકારોએ આરામ આપ્યો હતો. જે હવે ફિટ થઈ ગયો છે અને પુનરાગમન માટે સજ્જ છે.
નવી દિલ્હીઃ ભારતીય પસંદગીકારો આજે સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે રમાનારી ત્રણ ટેસ્ટની શ્રેણી માટેની ટીમ ઈન્ડિયાની પસંદગી કરશે. જેમાં ઓપનર તરીકે લોકેશ રાહુલને ટીમમાં સ્થાન મળે છે કે નહી તેના પર બધાની નજર રહેશે. તાજેતરના વિન્ડિઝ પ્રવાસમાં ઓપનર તરીકેની રાહુલની નિષ્ફળતાને ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે ચિંતાનું કારણ ગણાવતા ટીમ પસંદગી અંગે સંકેત આપ્યો હોવાનું મનાય છે.
રોહિત શર્માને ઓપનર તરીકે સામેલ કરવામાં આવી શકે છે. આ સિવાય ભારતીય પસંદગીકારો પાસે મીડલ ઓર્ડરમાં પરીવર્તનની હાલ કોઈ શક્યતા દેખાતી નથી.વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં મીડલ ઓર્ડરમાં વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણે અને યુવા બેટ્સમેન હનુમા વિહારીએ જે પ્રકારનું પર્ફોમન્સ આપ્યું છે, તેને જોતાં ઓપનિંગ બાદના ચાર સ્થાન તો નક્કી જેવા જ મનાય છે.
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં યુવા ઓલરાઉન્ડર હાર્દિક પંડયાને પસંદગીકારોએ આરામ આપ્યો હતો. જે હવે ફિટ થઈ ગયો છે અને પુનરાગમન માટે સજ્જ છે. હાર્દિકે કહ્યું હતુ કે, મેં બ્રેક દરમિયાન મારી ફિટનેસમાં સુધારો કરવા માટે સખત મહેનત કરી હતી. આ કારણે જ હાર્દિક પંડયાનું પુનરાગમન નક્કી જેવું મનાય છે.
પસંદગીકારો ભારતીય બોલિંગ લાઈનઅપમાં પરિવર્તન કરે તેવી સંભાવના છે. ટેસ્ટ શ્રેણી ઘરઆંગણે રમાવાની હોવાથી ચાર સ્પિનરોને ટીમમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. ફાસ્ટ બોલર્સમાં ઈન ફોર્મ જસપ્રીત બુમરાહની સાથે સાથે ઈશાંત શર્મા અને મોહમ્મદ શમી પણ પોતાનું સ્થાન ટકાવી રાખવા માટે ફેવરિટ છે. જોકે વિન્ડિઝ પ્રવાસમાં ટેસ્ટ ટીમમાં સામેલ ઉમેશ યાદવને પડતો મૂકીને એક વધારાના સ્પિનરને ટીમમા સમાવી લેવાય તેવી શક્યતા છે.
હવામાન વિભાગે કરી મોટી આગાહી, આ તારીખથી ચોમાસુ ગુજરાતમાંથી લેશે વિદાય, જાણો વિગતે
‘ઢબુડી મા’ ધનજી ઓડ મોડી રાતે પેથાપુર પોલીસ સ્ટેશનમાં હાજર થયો, પોલીસે જવાબ લઈ જવા દીધો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion