શોધખોળ કરો
રાંચીમાં ધોનીએ તેના ફાર્મ હાઉસ પર ટીમ ઈન્ડિયાને આપ્યું ડિનર, લોકોએ લગાવ્યા ધોની-ધોનીના નારા

રાંચીઃ શહેરથી 15 કિલોમીટર દૂર સિમલિયા સ્થિત મહેન્દ્ર સિંહ ધોનીના ફાર્મ હાઉસ પર બુધવારે સાંજે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ ડીનર લીધું હતું. રાંચીના રાજકુમાર ધોનીના આમંત્રણ પર તેઓ અહીંયા આવ્યા હતા. ધોનીની પત્ની સાક્ષી તથા પરિવારના સભ્યોએ ઉમળકાભેર ખેલાડીઓનું સ્વાગત કર્યું હતું. ખેલાડીઓએ અહીંયા જમવાની સાથે મજાક-મસ્તી પણ કરી હતી.
ટીમ ઈન્ડિયા ધોનીના ફાર્મ હાઉસ પર આવવાની હોવાથી જિલ્લા તંત્ર દ્વારા અહીંયા સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. ટીમ ઈન્ડિયાના સિમલિયાના આગમનને લઈ ક્રિકેટ પ્રેમીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રશંસકો ધોની તથા અન્ય ખેલાડીઓની એક ઝલક મેળવવા આતુર હતા. જેવી બસ ત્યાં પહોંચી લોકોએ ધોની-ધોનીના નારા લગાવ્યા હતા.
ડીનર દરમિયાન રોહિત શર્માએ ધોનીની દીકરી જીવા સાથે સમય ગાળ્યો હતો. જીવા પણ તમામ ખેલાડીઓ સાથે હળીમળી ઘઈ હતી. તે ત્યાં સાડા ત્રણ કલાક સુધી રોકાયો હતો. આ દરમિયાન માહીના પિતા પાન સિંહ તથા માતા દેવી તથા સાક્ષીએ ખૂબ આગ્રહ કરીને દરેકને જમાડ્યા હતા.
ટીમ ઈન્ડિયા ધોનીના ફાર્મ હાઉસ પર આવવાની હોવાથી જિલ્લા તંત્ર દ્વારા અહીંયા સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. ટીમ ઈન્ડિયાના સિમલિયાના આગમનને લઈ ક્રિકેટ પ્રેમીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રશંસકો ધોની તથા અન્ય ખેલાડીઓની એક ઝલક મેળવવા આતુર હતા. જેવી બસ ત્યાં પહોંચી લોકોએ ધોની-ધોનીના નારા લગાવ્યા હતા.
ડીનર દરમિયાન રોહિત શર્માએ ધોનીની દીકરી જીવા સાથે સમય ગાળ્યો હતો. જીવા પણ તમામ ખેલાડીઓ સાથે હળીમળી ઘઈ હતી. તે ત્યાં સાડા ત્રણ કલાક સુધી રોકાયો હતો. આ દરમિયાન માહીના પિતા પાન સિંહ તથા માતા દેવી તથા સાક્ષીએ ખૂબ આગ્રહ કરીને દરેકને જમાડ્યા હતા. વધુ વાંચો