શોધખોળ કરો
Advertisement
ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટરના દીકરાની કારનો થયો અકસ્માત, મહિલા ગંભીર રીતે થઈ ઘાયલ
આ દુર્ઘટના મંગળવારે સવારે 6.30 કલાકે દક્ષિણ મુંબઈના કેમ્પ કોર્નર નજીક બની હતી. કાર સબા કરીમનો પુત્ર ચલાવતો હતો. આ સમયે સબા કરીમ તેના પુત્ર ફિદેલ સાથે કેમ્પ કોર્નર તરફ જતો હતો.
મુંબઈઃ ભારતના પૂર્વ વિકેટકિપર સબા કરીમના પુત્રએ 24 વર્ષની મહિલાના કાર અડફેટે લીધી હતી. આ દુર્ઘટના મંગળવારે સવારે 6.30 કલાકે દક્ષિણ મુંબઈના કેમ્પ કોર્નર નજીક બની હતી. કાર સબા કરીમનો પુત્ર ચલાવતો હતો. આ સમયે સબા કરીમ તેના પુત્ર ફિદેલ સાથે કેમ્પ કોર્નર તરફ જતો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ, ફિદેલે અચાનક ત્રીજી લાઇનથી અન્ય કારને ઓવર ટેક કરવાની કોશિશ કરી હતી. તે સમયે પગપાળા જઈ રહેલી મહિલા અચાનક કાર સામે આવી ગઈ હતી. ફિદેલે બ્રેક મારી ત્યાં સુધીમાં મહિલા કાર સાથે અથડાઈને ઘાયલ થઈ હતી.
મહિલાની ઓળખ સિદ્ધી એમ તરીકે થઈ છે. તેને બેભાન અવસ્થામાં નજીકની જસલોક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસ મહિલા ભાનમાં આવે તેની રાહ જોઈ રહી છે. જે બાદ તેનું નિવેદન નોંધવામાં આવશે. આ પછી ફિદેલ પર કાર્યવાહી કરવામાં આવશે.
સબા કરીમ વિકેટકિપર બેટ્સમેન તરીકે ભારત તરફથી 34 વન ડે અને 1 ટેસ્ટ રમી ચુક્યો છે. 34 વન ડેની 27 ઈનિંગમાં તેણે 1 અડધી સદીની મદદથી 362 રન બનાવ્યા છે.
વેકેશન પરથી પરત ફરતાં જ બદલાયો સારા અલી ખાનનો લુક, બિકિની છોડી પહેર્યો ભારતીય ડ્રેસ
મુકેશ અંબાણી, રતન ટાટા સહિતના ઉદ્યોગપતિઓએ મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે સાથે કયા મુદ્દે કરી મુલાકાત, જાણીને ચોંકી જશો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion