શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ટીમ ઈન્ડિયા, ફાઈનલમાં પહોંચવા માટે કરવું પડશે આ કામ
ઈંગ્લેન્ડને 10 વિકેટથી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડના પોઈન્ટ 71.0 ટકા થઈ ગયા છે. તેની સાથે જ ટીમ ઈન્ડિયા આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પ્રથમ નંબરે પહોંચી ગયું છે. જો કે, તેને ફાઈનલની ટિકિટ મળી નથી.
IND vs ENG : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ભારતે બીજા જ દિવસે ઈંગ્લેન્ડને 10 વિકેટથી હરાવી દીધું હતું. ઈંગ્લેન્ડ તેની બીજી ઈનિંગમાં 81 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું અને ટીમ ઈન્ડિયાને જીત માટે 49 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 7.4 ઓવરમાં 10 વિકેટે જીત હાંસલ કરી લીધી હતી. તેની સાથે જ ટીમ ઈન્ડિયા આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પ્રથમ નંબરે પહોંચી ગયું છે. જો કે, તેને ફાઈનલની ટિકિટ મળી નથી.
ઈંગ્લેન્ડને 10 વિકેટથી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડના પોઈન્ટ 71.0 ટકા થઈ ગયા છે. જ્યારે ઈંગ્લેન્ડના 64.1 ટકા પોઈન્ટ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે ખસી ગઈ છે. ઓસ્ટ્રેલિયા આ પોઈન્ટ ટેબલમાં 69.2 ટકા પોઈન્ટ સાથે ત્રીજા નંબરે છે. જ્યારે ફાઈનલની ટિકિટ મેળવી ચુકેલી ન્યૂઝિલેન્ડની ટીમ 70 ટકા પોઈન્ટ સાથે બીજા ક્રમે છે.
ફાઈનલમાં પહોંચવા માટે ભારતે કરવું પડશે આ કામ
ટીમ ઈન્ડિયાએ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવા માટે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચાલી રહેલી ટેસ્ટ સીરિઝની ચોથી અને અંતિમ ટેસ્ટ કાંતો જીતવું પડશે અથવા મેચ ડ્રો કરાવવી પડશે.
જો ભારત ઇંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ હારી જાય તો આ સીરિઝ 2-2થી બરાબર થઈ જશે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ માટે ક્વોલિફાઇ થઈ જશે. એવામાં ભારતે કોઈપણ સંજોગોમાં ચોથી ટેસ્ટમાં હારથી બચવું પડશે.
ભારત સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં હાર્યા બાદ ઇંગ્લેન્ડ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાંથી બહાર થઈ જશે. જો તે ભારત સામે ચોથી ટેસ્ટ જીતી પણ લેશો તો પણ તે ફાઈનલમાં પ્રવેશ કરી શકશે નહીં. જો કે તેની જીતથી ઓસ્ટ્રેલિયાને ટિકિટ મળી જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion