ઘાતક ભારતીય બૉલિંગ આક્રમણ સામે ન્યૂઝીલેન્ડની ટીમ 38 ઓવરમાં માત્ર 157 રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ન્યૂઝીલેન્ડ તરફથી સર્વાધિક રન કેપ્ટન કેન વિલિયમ્સને (65 રન) બનાવ્યા હતા.
2/5
આ ઉપરાંત સ્પીનર કુલદીપ યાદવે કીવી ટીમને ચકમો આપીને 4 વિકેટ ઝડપી હતી, સાથે સાથે ચહલે બે અને જાદવે એક વિકેટ ઝડપીને કીવી બેટ્સમેનોને એકપછી એક પેવેલિયન ભેગા કર્યા હતા.
3/5
ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો, પરંતુ ભારતીય બૉલરોના બેસ્ટ પ્રદર્શનથી ખરાબ શરૂઆત રહી હતી. શમીએ ઘાતક બૉલિંગનો સ્પેલ કરતાં બન્ને કીવી ઓપનરોને ડબલ આંક સુધી પણ પહોંચવા દીધા નહીં. શમીએ ગપ્ટીલ અને મુનરોને પેવેલિયન ભેગા કરી દીધા હતા.
4/5
ભારત તરફથી ઓપનર શિખર ધવન ફરી ફોર્મમાં દેખાયો, પ્રથમ વનડેમાં 75 રન (103) ફટકારીની જીતનો પાયો નાંખ્યો હતો, જ્યારે કેપ્ટન વિરાટ કોહલી તેનો સાથ આપતા 45 રન (59) ની મહત્વની ઇનિંગ રમી હતી. ઉપરાંત રોહિત શર્મા 11 રન અને રાયડુએ 13 રન બનાવ્યા હતા.
5/5
નવી દિલ્હીઃ નેપિયર ખાતે રમાયેલી પ્રથમ વનડેમાં ભારતીય ટીમે શાનદાર જીત મેળવી ન્યૂઝીલેન્ડ પ્રવાસની જીત સાથે શરૂઆત કરી છે. ન્યૂઝીલેન્ડ તરફથી મળેલા 157 રનના લક્ષ્યાંકને ચેઝ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ 2 વિકેટ ગુમાવીને 34.5 ઓવરમાં મેચ જીતી લીધી હતી.