શોધખોળ કરો
Advertisement
રશિયાની સ્ટાર મારિયા શારોપોવાએ ટેનિસને કહ્યું અલવિદા, લખ્યો ઇમોશનલ મેસેજ
મારિયાએ નિવૃતીની જાહેરાત કરતા કહ્યું કે, “હવે તું ટેનિસ વગર કેવી રીતે જીવન જીવશે, જ્યારે તને અત્યાર સુધી ટેનિસ માટે જ ઓળખવામાં આવતી હતી.
નવી દિલ્હી: પાંચ વખત ગ્રેન્ડ સ્લેમ ચેમ્પિયન રશિયાની ટેનિસ સ્ટાર મારિયા શારોપોવાએ પ્રોફેશન ટેનિસમાં નિવૃતીની જાહેરાત કરી દીધી છે. મારિયાએ 32 વર્ષી ઉંમરમાં ટેનિસમાંથી સન્યાસ લેવાનો નિર્ણય લીધો છે.
મારિયાએ નિવૃતીની જાહેરાત કરતા કહ્યું કે, “હવે તું ટેનિસ વગર કેવી રીતે જીવન જીવશે, જ્યારે તને અત્યાર સુધી ટેનિસ માટે જ ઓળખવામાં આવતી હતી. જ્યારે તું એક નાની છોકરી હતી, ત્યારથી તું ટેનિસ કોર્ટ પર રહી છે. ટેનિસે જ તને ખુશી અને આંસુ આપ્યા. એક એવી રમત જેમાં તને પરિવાર મળ્યો. બેપનાહ ફેન્સ મળ્યા. તું પોતાની પાછળ 28 વર્ષનું કેરિયર છોડીને જઈ રહી છે. હું તેના માટે નથી તેથી કૃપા કરીને મને માફ કરજો”.
મારિયા શારાપોવાએ ‘વોગ અને વેનિટી ફેયર’ મેગ્ઝીનમાં લખ્યું. ટેનિસ- હવે તું તને ગુડબાય કહું છું. મારિયા શારાપોવા 17 વર્ષની ઉંમરમાં રાતોરાત સ્ટાર બની ગઈ હતી, જ્યારે તે 2004માં વિમ્બલડન ચેમ્પિયન બની હતી. મારિયા શારાપોવાએ 2008માં 20 વર્ષની ઉંમરમાં ઓસ્ટ્રેલિયા ઓપન ખિતાબ જીત્યો હતો. તેણે 2012 અને 2014માં ફ્રેન્ચ ઓપનનો પણ ખિતાબ જીત્યો છે .
મારિયા પોતાના કેરિયરમાં સતત ઈજા સામે ઝઝૂમી રહી છે. તેણે દર વર્ષે 2003થી 2015 સુધી ઓછામાં ઓછી એક સિંગલ્સ ટાઈટલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. આવો રેકોર્ડ માત્ર સ્ટેફી ગ્રાફ, માર્ટિના નવારાતિલોવા અને કિર્સ એવર્ટના નામે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement