ક્રિકેટરમાંથી કોમેન્ટર બનેલા લક્ષ્મણના મતે ધોનીએ ક્યારેય આનંદ અને ચંચળતા ગુમાવી નથી. હું ક્યારેય પણ ધોની જેવા વ્યક્તિને મળ્યો નથી. જ્યારે તે ટીમમાં આવ્યો ત્યારે તેનો રૂમ દરેક માટે ખુલ્લો રહેતો હતો. મારી અંતિમ ટેસ્ટ સુધી તે ભારતનો સૌથી સફળ કેપ્ટન બની ચૂક્યો હતો. ત્યારે પણ તે સુતા પહેલા દરવાજો બંધ કરતો ન હતો.
2/4
લક્ષ્મણે પોતાની આત્મકથામાં લખ્યું છે કે મને મારી આંખો ઉપર વિશ્વાસ થતો ન હતો કે ટીમનો કેપ્ટન બસ ચલાવીને અમને ગ્રાઉન્ડમાંથી પાછો હોટલ લઈ જઈ રહ્યો છે. અનિલ કુંબલેની નિવૃત્તિ પછી આ તેની (ધોની) કેપ્ટન તરીકે પ્રથમ ટેસ્ટ મેચ હતી. આ સાથે લક્ષ્મણે ધોનીને લઈને લખ્યું હતું કે એવું લાગી રહ્યું હતું કે તે દુનિયાનો સૌથી કોઈપણ ચિંતા વગરનો છે.
3/4
લક્ષ્મણે લખ્યું છે કે મારી સાથે હંમેશા રહેનાર યાદોમાં એક યાદ તે સમયની છે જ્યારે ધોનીએ ભારતીય ટીમની બસ ચલાવી હતી. લક્ષ્મણે કહ્યું હતું કે આ ઘટના તેની 100મી ટેસ્ટ મેચ દરમિયાન બની હતી. જ્યારે ધોની નાગપુરમાં ટીમને બસને ચલાવી હોટલ સુધી લઈ ગયો હતો.
4/4
હૈદ્રાબાદઃ ટીમ ઇન્ડિયાના પર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની મેદાન પર ખૂબ જ ગંભીર જોવા મળે છે. પરંતુ મેદાન બહાર તેનાં વ્યક્તિત્વની બીજી બાજુ જોવા મળે છે જે મેદાન કરતાં એકદમ અલગ છે. ધોની મેદાનની બહાર મોજ મસ્તી કરવાની એક પણ તક જતી નથી કરતો. આવી જ એક ઘટના ટીમ ઇન્ડિયાના વેરી વેરી સ્પેશિયલ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણે યાદ કરી છે. તેણે એક ઘટનાનો પોતાની આત્મકથા ‘281 એન્ડ બિયોન્ડ’માં ઉલ્લેખ કર્યો છે.