શોધખોળ કરો

IND vs SA: 10 ડિસેમ્બરથી શરૂ થશે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો, 8 મેચોનું આ મુજબ છે શિડ્યૂલ

India vs South Africa: ભારતીય ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકામાં ત્રણ T20, ત્રણ ODI અને બે ટેસ્ટ મેચ રમશે. આ પ્રવાસ 10મી ડિસેમ્બરથી શરૂ થશે.

India tour of South Africa, 2023-24: ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની T20 શ્રેણી બાદ ભારતીય ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકાના લાંબા પ્રવાસ પર જશે. ટીમ ઈન્ડિયાને આફ્રિકામાં ત્રણ ટી-20, ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. ભારતનો આફ્રિકા પ્રવાસ 10 ડિસેમ્બરથી શરૂ થશે. અહીં જાણો ભારતના દક્ષિણ આફ્રિકા મેચનું સંપૂર્ણ શિડ્યુલ.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હજુ સુધી દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી નથી. જો કે ટીમની જાહેરાત આજે એટલે કે 30 નવેમ્બર ગુરુવારે થઈ શકે છે. રિપોર્ટ અનુસાર, 2024ના વર્લ્ડ કપ માટે જે ખેલાડીઓની પસંદગી થઈ શકે છે તે જ ખેલાડીઓને દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીમાં સ્થાન મળશે.

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની વાત કરીએ તો તેની શરૂઆત ત્રણ મેચની T20 શ્રેણીથી થશે. આ પછી, ત્રણ વનડે મેચો રમાશે અને અંતે બે મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. T20 સિરીઝની પ્રથમ મેચ 10 ડિસેમ્બરે રમાશે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 10 ડિસેમ્બરે ડરબનમાં પ્રથમ T20 રમાશે. આ પછી, બીજી T20 12 ડિસેમ્બરે સેન્ટ જ્યોર્જ પાર્કમાં રમાશે અને ત્રીજી અને અંતિમ T20 14 ડિસેમ્બરે જોહાનિસબર્ગમાં રમાશે. આ પછી 17 ડિસેમ્બરથી વનડે શ્રેણી શરૂ થશે. પ્રથમ ODI જોહાનિસબર્ગમાં, બીજી ODI 19 ડિસેમ્બરે સેન્ટ જ્યોર્જ પાર્કમાં અને ત્રીજી અને અંતિમ ODI 21 ડિસેમ્બરે પાર્લમાં રમાશે. આ પછી, પ્રથમ બોક્સિંગ ડે ટેસ્ટ 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં રમાશે. બીજી ટેસ્ટ 3 જાન્યુઆરીથી શરૂ થશે.

ભારતના દક્ષિણ આફ્રિકાના મેચનું  શિડ્યુઅલ

  • પ્રથમ T20- 10 ડિસેમ્બર
  • બીજી T20- 12 ડિસેમ્બર
  • ત્રીજી T20- 14 ડિસેમ્બર
  • પ્રથમ ODI- 17 ડિસેમ્બર
  • બીજી ODI- 19 ડિસેમ્બર
  • ત્રીજી ODI- 21 ડિસેમ્બર
  • પ્રથમ ટેસ્ટ- 26-30 ડિસેમ્બર
  • બીજી ટેસ્ટ- 3-7 જાન્યુઆરી            

IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટી-20 સીરિઝમાં કેપ્ટનશીપ  રોહિત શર્મા કરશે?

IND vs SA T20 Series: ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે ટી-20 સીરિઝ રમશે. શું આ સીરિઝમાં રોહિત શર્મા ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે? સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, રોહિત શર્મા દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરવા નથી ઈચ્છતો પરંતુ BCCI તેને મનાવવાનો પ્રયાસ કરશે. વાસ્તવમાં  BCCI ઈચ્છે છે કે દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીમાં રોહિત શર્મા ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે.

ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 T20 મેચોની શ્રેણી રમાશે

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 T20 મેચોની શ્રેણી રમાશે. આ શ્રેણીની પ્રથમ મેચ 10 ડિસેમ્બરે ડરબનમાં રમાશે. આ પછી બીજી મેચમાં બંને ટીમો 12 ડિસેમ્બરે ગકેબરાહામાં સામસામે ટકરાશે. આ શ્રેણીની ત્રીજી અને છેલ્લી T20 મેચ 14 ડિસેમ્બરે જોહનિસબર્ગમાં રમાવવાની છે. માનવામાં આવી રહ્યું છે કે આ સીરિઝમાં ભારતીય ટીમમાં યુવા ખેલાડીઓને તક આપવામાં આવશે.  જોકે, રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા વરિષ્ઠ ખેલાડીઓના રમવા પર સસ્પેન્સ છે.    

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?Surat News : સુરતમાં એક શખ્સને રોમિયોગીરી કરવી ભારે પડી, છેડતી કરતા યુવતીઓએ કરી ધોલાઈAravalli Accident : ધનસુરામાં ગ્રામજનો પર ફોર્ચ્યુનર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરો હજુ પોલીસ પકડથી દુર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?
પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Embed widget