શોધખોળ કરો
આફ્રિકા વિરૂદ્ધ T20 સીરિઝમાં ધોનીને સામેલ ન કરવા માટે સિલેક્ટર્સે આપ્યું આ કારણ
મહેન્દ્ર સિંહ ધોની આઈસીસી વર્લ્ડ 2019 બાદથી ક્રિકેટથી દૂર છે.
નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ ત્રણ મેચની ટી20 સીરિઝ માટે 29 ઓગસ્ડના રોજ ભારતીય ટીમની જાહેરાત કરી જેમાં ધોનીને સ્થાન ન મળ્યું. જ્યારે હાર્દિક પંડ્યાની 15 સભ્યોની ટીમમાં વાપસી થઈ છે.
ટીમમાં ધોનીને ટીમમાં સ્થાન ન આપવાને લઈને હવે મોટો ખુલાસો થયો છે. સિલેક્ટર્સ સમિતીના પ્રમુખ એમએસકે પ્રસાદે ઇન્ડિયા ટુડે સાથે વાતચીતમાં ખુલાસો કર્યો છે જેના કારણે ધોનીને આફ્રીકા વિરૂદ્ધ ટી20 સીરિઝ માટે ટીમમાં સ્થાન ન મળ્યું. પ્રસાદે કહ્યું કે, ધોની પસંદગી માટે ઉપલબ્ધ ન હતા.
ઉલ્લેખનીય છે કે, મહેન્દ્ર સિંહ ધોની આઈસીસી વર્લ્ડ 2019 બાદથી ક્રિકેટથી દૂર છે. હાલમાં જ ધોની ટેરિટોરિયલ આર્મી યૂનિટની સાથે કાશ્મીરમાં 15 દિવસ વિતાવીને પરત ફર્યા છે. જણાવીએ કે, ભારત અને સાઉથ આફ્રીકાની વચ્ચે 3 મેચની ટી20 સિરીઝ 15 સપ્ટેમ્બરથી શરૂ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement