શોધખોળ કરો

IPL 2021માં આજે થશે ગુરુ-શિષ્ટની ટક્કર, સુપર સન્ડેમાં ધોની અને કોહલીની કેવી હશે પ્લેઇંગ ઇલેવન, જુઓ.....

એકબાજુ કેપ્ટન કૂલ એમએસ ધોની (MS Dhoni) હશે તો બીજી બાજુ એગ્રેસિવ વિરાટ કોહલી (Virat Kohli). આવામાં આ મેચ ખાસ બની જાય તો નવાઇ નહીં, બન્ને ટીમોના કેપ્ટનથી લઇને ખેલાડીઓ શાનદાર ફોર્મમાં છે.

નવી દિલ્હીઃ આઇપીએલ 2021ની (IPL 2021) 19મી મેચ આજે સુપર સન્ડેમાં રમાશે. આજે ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર (Royal Challengers Bangalore) વચ્ચે મુંબઇના વાનખનેડે સ્ટેડિયમમાં આઇપીએલની 19મી મેચ રમાશે. આ સિઝનમાં પહેલીવાર આ બન્ને ટીમો આમને સામને ટકરાશે. આ મેચમાં ગુરુ-શિષ્ય વચ્ચેની જોરદાર ટક્કર જોવા મળશે, કેમકે બન્ને ટીમો આ વખતે જબરદસ્ત ફોર્મમાં છે. 

એકબાજુ કેપ્ટન કૂલ એમએસ ધોની (MS Dhoni) હશે તો બીજી બાજુ એગ્રેસિવ વિરાટ કોહલી (Virat Kohli). આવામાં આ મેચ ખાસ બની જાય તો નવાઇ નહીં, બન્ને ટીમોના કેપ્ટનથી લઇને ખેલાડીઓ શાનદાર ફોર્મમાં છે. ચેન્નાઇની ટીમ (CSK) પહેલી હાર બાદ સતત ત્રણ મેચ જીતી છે, જ્યારે આ સિઝનમાં વિરાટ કોહલીની ટીમ (RCB) અજેય રહીને વિજય અભિયાન ચલાવી રહી છે. ખાસ વાત છે દર વખતે નીચલા ક્રમમાં રહેનારી આરસીબી આ વખતે આઇપીએલના પૉઇન્ટ ટેબલમાં (IPL Point Table) ટૉપ પર છે. 

CSK vs RCB Head to Head....
ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની (RCB) વચ્ચે અત્યાર સુધી 26 મેચ રમાઇ છે, જેમાં ચેન્નાઇનુ પલડુ ભારે રહ્યું છે, આ દરમિયાન ચેન્નાઇએ જ્યાં 16 મેચ જીતી છે, તો વળી આરસીબી માત્ર 9 મેચો જીતવામાં જ સફળ રહી છે. 

બન્ને ટીમો છે એકદમ મજબૂત.....
આ વર્ષે ચેન્નાઇ અને બેંગ્લૉર બન્ને એકદમ મજબૂત ટીમો છે. ગ્લેન મેક્સવેલના આવવાથી આ વર્ષે આરસીબીની બેટિંગ મજબૂત બની છે. ખરેખરમાં વિરાટ કોહલી, અને દેવદત્ત પડિકલ ઓપનિંગ, ચાર નંબર પર ગ્લેન મેક્સવેલ, પાંચ નંબરે એબી ડિવિલિયર્સ આ ટીમની તાકાત છે. સાથે જ મોહમ્મદ સિરાજ અને કાઇલી જેમીસન, જાય રિચર્ડસન જેવા ખતરનાક બૉલરો હાથમાં બૉલિંગ ડિપાર્ટમેન્ટ છે. એટલુ જ નહીં આ ટીમમાં પર્પલ કેપ હૉલ્ડર હર્ષલ પટેલ પણ સામેલ છે. 

વળી, ચેન્નાઇ સુપર કિંગ્સની વાત કરીએ તો ફાક ડૂ પ્લેસીસ, મોઇન અલી, સુરેશ રૈના અને એમએસ ધોની આ ટીમની બેટિંગ તાકાત છે. વળી રવિન્દ્ર જાડેજા અને સેમ કરન જેવા ઓલરાઉન્ડરો ટીમમાં સામેલ છે. ફાસ્ટ બૉલિંગ ડિપાર્ટમેન્ટમાં શાર્દૂલ ઠાકુર અને દીપક ચાહર સારુ પ્રદર્શન કરી રહ્યાં છે. 

આરસીબીની સંભવિત પ્લેઇંગ ઇલેવન.....
વિરાટ કોહલી (કેપ્ટન), દેવદત્ત પડિકલ, શાહબાજ અહેમદ, ગ્લેન મેક્સવેલ, એબી ડિવિલિયર્સ (વિકેટકીપર), કાઇલી જેમીસન, વૉશિંગટન સુંદર, કેન રિચર્ડસન/ડેનિયલ સેમ્સ, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલ.

ચેન્નાઇ સુપર કિંગ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન.....
ફાક ડૂ પ્લેસીસ, ઋતુરાજ ગાયકવાડ, મોઇન અલી, સુરેશ રૈના, એમએસ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), અંબાતી રાયુડુ, રવિન્દ્ર જાડેજા, સેમ કરન, દીપક ચાહર, શાર્દૂલ ઠાકુર, લુંગી એન્ગીડી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget