જો વેસ્ટ ઇન્ડિઝ સામેની સીરીઝમાં સતત ટૉસ જીતવાની વાત કરીએ તો આમ કરવામાં માત્ર બે ખેલાડી જ છે, આમા સાઉથ આફ્રિકાનો હેન્સી ક્રોનીયે અને ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ વૉ સામેલ છે.
3/5
ઉપરાંત ભારતીય કેપ્ટન પાંચ મેચોની સીરીઝમાં બધી મેચોમાં ટૉસ જીતે છે તો આમ કરનારો ચોથો ભારતીય કેપ્ટન બની જશે. આ પહેલા આ કારનામું મોહમ્મદ અઝરુદ્દીન, રાહુલ દ્રવિડ અને મહેન્દ્ર સિંહ ધોની કરી ચૂક્યા છે.
4/5
ક્રિકેટમાં બેટિંગના તમામ રેકોર્ડ તોડનારા કોહલી માટે આજે બેટિંગ કે ફિલ્ડિંગમાં નહીં પણ કેપ્ટનશીપમાં એક ખાસ રેકોર્ડ બનાવવાનો મોકો છે. આ સીરીઝમાં વિરાટે ચારેય મેચોમાં ટૉસ જીત્યો છે, હવે આજની પાંચમી વનડેમાં પણ જો ટૉસ જીતે છે તે ઘરમાં આમ કરનારો પહેલો ભારતીય કેપ્ટન બની જશે.
5/5
નવી દિલ્હીઃ ભારતના કેપ્ટન વિરાટ કોહલી માટે વેસ્ટ ઇન્ડિઝ સામેની વનડે સીરીઝ ખાસ રહી. બેટિંગથી લઇને ફિલ્ડિંગ અને કેપ્ટનશીમાં અનેક પ્રકારના રેકોર્ડો પોતાના નામે કર્યો. હવે આજની પાંચમી અને અંતિમ વનડેમા પણ કેપ્ટન વિરાટ કોહલી એક ઇતિહાસ રચી શકે છે.