શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપમાં હેટ્રિક લેનારો ન્યૂઝીલેન્ડનો પ્રથમ બોલર બન્યો બોલ્ટ, શમીની હેટ્રિક સાથે આ છે સામ્યતા, જાણો વિગત
ટ્રેન્ટ બોલ્ટ ન્યૂઝીલન્ડ તરફથી વર્લ્ડકપમાં હેટ્રિક લેનારો પ્રથમ બોલર બન્યો હતો. જ્યારે વન ડેમાં તેણે બીજી વખત આ કારનામું કર્યું હતું.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ અફઘાનિસ્તાન સામે હેટ્રિક લીધા બાદ ન્યૂઝિલેન્ડના ટ્રેન્ટ બોલ્ટે પણ હેટ્રિક લીધી હતી. તેણે ઓસ્ટ્રેલિયાની ઈનિંગની 50મી ઓવના ત્રીજા, ચોથા અને પાંચમા બોલ પર વિકેટ લીધી હતી. શમીએ પણ આવી જ રીતે 50મી ઓવરના ત્રીજા, ચોથા અને પાંચમા બોલ પર વિકેટ લઇ હેટ્રિક પૂરી કરી હતી.
ટ્રેન્ટ બોલ્ટ ન્યૂઝીલન્ડ તરફથી વર્લ્ડકપમાં હેટ્રિક લેનારો પ્રથમ બોલર બન્યો હતો. જ્યારે વન ડેમાં તેણે બીજી વખત આ કારનામું કર્યું હતું. ન્યૂઝીલેન્ડ તરફથી આ પહેલા વન ડેમાં મોરિસન અને બોન્ડ હેટ્રિક લઇ ચુક્યા છે.
ઐતિહાસિક લોર્ડ્સના મેદાન પર ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 243 રન બનાવ્યા હતા. એક તબક્કે ઓસ્ટ્રેલિયાએ 95 રનમાં જ 5 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ઉસ્માન ખ્વાજા (88 રન) અને એલેક્સ કેરી (71 રન)એ છઠ્ઠી વિકેટ માટે 106 રનની ભાગીદારી કરી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટે 51 રનમાં 4 વિકેટ લીધી હતી.The man of the moment! Boult finishes with 4-51 off 10 including at HAT-TRICK ???? Superb effort, hats off ???? NZ chasing 244 for victory soon at the @HomeOfCricket ????#BACKTHEBLACKCAPS #CWC19 ???? FOLLOW LIVE | https://t.co/aU5ayqheAz pic.twitter.com/8aulORx4PN
— BLACKCAPS (@BLACKCAPS) June 29, 2019
મંગળસૂત્ર-સિંદૂર લગાવવા પર નુસરત જહાં સામે ફતવો જાહેર થયો, જાણો વિગત ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ભગવા જર્સીને લઇ આપ્યું નિવેદન, કહ્યું- સારી છે પણ...... વિરાટે ધોનીના ટિકાકારોને આપ્યો જડબાતોડ જવાબ, ઈંગ્લેન્ડ સામેની મેચ પહેલા કહી આ મોટી વાત, જાણો વિગતA 2nd ODI hat-trick for @BLACKCAPS pace bowler Trent Boult, this time at Lord's against Australia in #CWC19. Removes Khawaja (bowled), Starc (bowled), Behrendorff (lbw, despite Australian review). 1st by a NZer at a World Cup. 4th in total after himself, Morrison and Bond.
— Andrew Alderson (@aldersonnotes) June 29, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion