શોધખોળ કરો
BCCIએ આ ક્રિકેટર્સ પર બે વર્ષનો લગાવ્યો પ્રતિબંધ, ઉંમરની આપી હતી ખોટી જાણકારી
છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ ક્રિકેટમાં પોતાની છબિ સુધારવા માટે કડક વલણ અપનાવી રહી છે
નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ ક્રિકેટમાં પોતાની છબિ સુધારવા માટે કડક વલણ અપનાવી રહી છે. ક્રિકેટમાં ભ્રષ્ટાચાર કે ક્રિકેટરોએ પોતાની ઉંમર ખોટી બતાવી હોય સહિતના તમામ મામલામાં બીસીસીઆઇ ઝડપથી કાર્યવાહી કરી રહ્યું છે. તાજેતરમાં જ બીસીસીઆઇએ ઓડિશાના બે ક્રિકેટરો પર પોતાની ખોટી ઉંમર બતાવવા મામલે કડક કાર્યવાહી કરી છે.
આ બંન્ને ક્રિકેટરો પર આરોપ છે કે તેમણે ઉંમર સંબંધિત જે દસ્તાવેજ આપ્યા હતા તે નકલી હતા અને તેમાં તેમની ઉંમર ખોટી છે. ક્રિકેટમાં જૂનિયર લેવલ પર અંડર-13, અંડર-16 અથવા અંડર-19 જેવી શ્રેણીમાં અનેક ખેલાડી પોતાની ખોટી ઉંમર બતાવે છે અને આ માટે નકલી દસ્તાવેજનો સહારો લેતા હોય છે. આ મામલામાં ઓડિશાના બે ખેલાડી રાજેશ મોહંતી અને કૃષ્ણા પિલ્લઇ પર બે વર્ષનો પ્રતિબંધ લાગ્યો છે.
ઓડિશા ક્રિકેટ અસોસિયેશનના સચિવ સંજય બહેરાએ બંન્ને ખેલાડીઓ પર પ્રતિબંધની પુષ્ટી કરતા કહ્યું કે, બંન્ને ખેલાડીઓ પર બે વર્ષનો પ્રતિબંધ લાગ્યો છે. કારણ કે તેમણે પોતાની યોગ્ય ઉંમર છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
Advertisement