શોધખોળ કરો
Advertisement
U-19 World Cup:ક્વાર્ટર ફાઈનલમાં ભારતીય બોલરને કોણી મારતા ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનને ICCએ ફટકારી સજા
સૈમ ફેનિંગે 127 બોલમાં 75 રનની ઈનિંગ રમી હતી. ઇનિંગ દરમિયાન 31મી ઓવરમાં આકાશ સિંહ બોલિંગ કરી રહ્યો હતો અને તે ઓવરમાં ફેનિંગે રન લેતી વખતે જાણીજોઈને આકાશને કોણી મારી હતી.
નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકામાં હાલમાં આઈસીસી અંડર-19 વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટની પ્રથમ ક્વાર્ટર ફાઈનલમાં ભારતે ઑસ્ટ્રેલિયાને હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. આ મેચ દરમિયાન ઑસ્ટ્રેલિયાના સલામી બેટ્સેમન સેમ ફેનિંગે ભારતીય બોલર આકાશ સિંહને કોણી મારી હતી, જેના કારણે ઇન્ટરનેશન ક્રિકેટ કાઉન્સિલ(આઈસીસી)એ સજા ફટકારી છે.
આઈસીસીના કોડ ઓફ કંડક્ટના ઉલ્લંઘન કરવા પર ફેનિંગના ખાતામાં 2 ડિમેરિટ પોઈન્ટ જોડી દીધાં છે. સૈમ ફેનિંગે 127 બોલમાં 75 રનની ઈનિંગ રમી હતી. ઇનિંગ દરમિયાન 31મી ઓવરમાં આકાશ સિંહ બોલિંગ કરી રહ્યો હતો અને તે ઓવરમાં ફેનિંગે રન લેતી વખતે જાણીજોઈને આકાશને કોણી મારી હતી. જેનો વીડિયો પણ ક્રિકેટ વર્લ્ડ કપે ઓફિસિયલ ટ્વિટર પર શેર કર્યો છે. મંગળવારે રમાયેલી આ મેચમાં ફેનિંગને આઈસીસી કોડ ઓફ કંડક્ટના આર્ટિકલ 2.12નું ઉલ્લંઘન કરતા દોષિ ઠેરવ્યો છે.
મેચ બાદ ફેનિંગે પોતાની ભૂલ અને સજાને સ્વીકાર કરી હતી. ભારતે આ મેચમાં 72 રનથી જીત મેળવી હતી.Australia’s Sam Fanning has been found guilty of a Level 1 breach of the ICC Code of Conduct for this incident against India at the #U19CWC. More 👉 https://t.co/Viogl2NgGW pic.twitter.com/UGz3tJ8D07
— Cricket World Cup (@cricketworldcup) January 30, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
બિઝનેસ
Advertisement