(Source: Poll of Polls)
ધોનીના માનીતા ખેલાડીએ ચાર દિવસમાં ત્રણ સદી ફટકારીને મચાવી દીધો તરખાટ, ટીમમાં એન્ટ્રી થતાં જ આ સ્ટાર ખેલાડીનુ સ્થાન જોખમમાં
ઋતુરાજ ગાયકવાડે કેરળ વિરુદ્ધ રેસકોર્સના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રમાયેલા મેચમાં મહારાષ્ટ્રના કેપ્ટન ગાયકવાડે 110 બોલમાં સદી ફટકારી,
નવી દિલ્હીઃ ભારતમાં અત્યારે વિજય હજારે ટ્રૉફી ચાલી રહી છે. વિજય હજારે ટ્રૉફીમાં યુવા ખેલાડીઓ પોતાનો દમ બતાવી રહ્યાં છે, વેંકેટેશ અય્યરની સાથે સાથે હવે આઇપીએલમાં ધમાલ મચાવનારો ચેન્નાઇ સુપર કિંગ્સનો ખેલાડી ઋતુરાજ ગાયકવાડ પણ ચમક્યો છે. તેને ચાર દિવસમાં ત્રણ સદી ફટકારીને બધાને ચોંકાવી દીધા છે. આ કારનામુ તેને રાજકોટના ગ્રાઉન્ડ પર કરી બતાવ્યુ છે.
ઋતુરાજ ગાયકવાડે કેરળ વિરુદ્ધ રેસકોર્સના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રમાયેલા મેચમાં મહારાષ્ટ્રના કેપ્ટન ગાયકવાડે 110 બોલમાં સદી ફટકારી, તે 129 બોલમાં 124 રન બનાવીને આઉટ થયો છે. ટૂર્નામેન્ટમાં મહારાષ્ટ્ર અત્યાર સુધી એક પણ મેચ હાર્યું નથી. વિજય હઝારે ટ્રોફીના પોતાની પહેલાં મેચમાં ઋતુરાજ ગાયકવાડે મધ્યપ્રદેશ વિરુદ્ધ 112 બોલમાં 136 રન બનાવ્યા હતા જેમાં 14 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. ત્યારપછી બીજા મેચમાં તેણે છત્તીસગઢ વિરુદ્ધ અણનમ 154 રનની ઈનિંગ રમી ટીમને જીત અપાવી હતી. મતલબ કે તેણે સતત ત્રીજી મેચમાં સદી બનાવી છે. આ મુકાબલા પહેલાં તેના લિસ્ટ ‘એ’ કરિયરની વાત કરવામાં આવે તો તેણે 60 ઈનિંગમાં 52 રનની સરેરાશથી 2971 રન બનાવ્યા છે.
ધોનીનો માનીતો ખેલાડી ઋતુરાજ ગાયકવાડ ઘરેલુ ક્રિકેટમાં શાનદાર ફોર્મ બતાવી રહ્યો છે, અને ધોની ટીમ સીએસકેએ તેને આઇપીએલની આગામી સિઝન માટે રિટેન પણ કર્યો છે. ખાસ વાત છે કે ઋતુરાજ ગાયકવાડને જો ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી મળે છે, તો સ્ટાર ખેલાડી અને ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલનુ સ્થાન જોખમમાં મુકાઇ શકે છે કેમ કે ઋતુરાજ ગાયકવાડ ઓપનર છે, અને ટીમ ઇન્ડિયામાં હાલ રોહિત શર્મા અને કેએલ રાહુલ ઓપનિંગમાં રમી રહ્યાં છે, રોહિત કેપ્ટન હોવાથી કેએલ રાહુલને બહાર બેસવાનો વારો આવી શકે છે.
આ પણ વાંચો
UP Election 2022: વિધાનસભા ચૂંટણીમાં કોઈ પાર્ટી સાથે ગઠબંધન નહી કરે BSP, માયાવતીએ કર્યો મોટો દાવો
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરી કે માર્ચ યોજાશે, જાણો કોણે કર્યો આ દાવો?
કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદને ભેટ, ફલાય ઓવરબ્રિજ સહિત અનેક કામોનું લોકાર્પણ કર્યું
Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 71 નવા કેસ, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?