શોધખોળ કરો
Advertisement
ભાગેડુ વિજય માલ્યા મેચ જોવા આવતાં જ લોકોએ કરી ‘ચોર ચોર’ની બૂમાબૂમ, જાણો વિગત
ભાગેડું વિજય માલ્યા રવિવારે ભારત-ઓસ્ટ્રેલિયા મેચ જોવા માટે ઓવલ ગ્રાઉન્ડ પહોંચ્યો હતો. આ દરમિયાન પત્રકારો સાથે વાત કરતાં તેણે કહ્યું હતું કે, હું અહીં ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ જોવા આવ્યો છું.
લંડન: ભાગેડું વિજય માલ્યા રવિવારે ભારત-ઓસ્ટ્રેલિયા મેચ જોવા માટે ઓવલ ગ્રાઉન્ડ પહોંચ્યો હતો. આ દરમિયાન પત્રકારો સાથે વાત કરતાં તેણે કહ્યું હતું કે, હું અહીં ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ જોવા આવ્યો છું.
ઉલ્લેખનીય છે કે, માલ્યા આ પહેલાં ગત વર્ષે સપ્ટેમ્બરમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ જોવા પણ ઓવલ પહોંચ્યો હતો. ત્યારે ટીમ ઈન્ડિયાના કેટલાંક સમર્થકોએ તેને જોઈને ‘ચોર ચોર’ના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
માલ્યા ઈંગ્લેન્ડ ગયેલી ભારતીય ટીમને મળવા પણ માંગતો હતો પરંતુ ત્યારે સરકારે તેની મંજૂરી આપી ન હતી. 2017માં થયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં માલ્યા ભારતની મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યો હતો ત્યારે પણ તેને હૂટિંગનો સામનો કરવો પડ્યો હતો.
વિજય માલ્યાની સ્ટેડિયમની અંદર જતી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ તસવીરો જોઈને ચાહકો રોષે ભરાયા હતાં. સોશિયલ મીડિયામાં યુઝર્સે વિજય માલ્યાને ખરું-ખોટું સંભળાવ્યું હતું. કેટલાંક યુઝર્સે વિજય માલ્યાને ડાકુ કહી દીધો છે. જોકે, આ પહેલી વાર નથી કે ભારતમાંથી ભાગ્યા બાદ વિજય માલ્યા મેચ જોવા ગયો હોય.
#WATCH London: Vijay Mallya arrives at The Oval cricket ground to watch #IndvsAus match; says, "I am here to watch the game." #WorldCup2019 pic.twitter.com/RSEoJwsUr9
— ANI (@ANI) June 9, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion