નવા-નવા ટેટુ બનાવવા અને સ્ટાઇલ અપનાવી હાર્દિક પંડ્યાનો શોખ છે. પંડ્યા સિવાય ટીમ ઇન્ડિયાનો સુકાની વિરાટ કોહલી અને કેએલ રાહુલ પણ હેર સ્ટાઇલ અને ટેટુ બનાવવામાં નંબર વન છે.
2/3
ઇંગ્લેન્ડ સામેની શ્રેણી પહેલા હાર્દિક પંડ્યા ફરી એક વખત નવી હેર સ્ટાઇલને લઈને ચર્ચામાં છે. હાર્દિકે નવી હેર સ્ટાઇલનો ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. નવી હેર સ્ટાઇલમાં હાર્દિકે વાળમાં એક સફેદ પટ્ટી કરાવી છે. જેને પ્રશંસકો ઘણો પસંદ કરી રહ્યા છે.
3/3
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાએ પોતાના ઇંગ્લેન્ડ પ્રવાસની શરૂઆત આયરલેન્ડને ટી20 સીરીઝમાં 2-0 હાર આપીને પોતાની સ્ટાઈલમાં કરી છે. ટીમ ઇન્ડિયાએ મંગળવારે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટી20 સીરીઝની શરૂઆત કરી. ત્યાર બાદ ટીમ ઇન્ડિયા 3 વનડે અને 5 ટેસ્ટ મેચની શીરીઝ પણ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમશે. હાર્દિક પંડ્યાને આ પ્રવાસ દરમિયાન મહત્ત્વપૂર્ણ ખેલાડી માનવામાં આવે છે. હાર્દિક પંડ્યા પોતાની રમતની સાથે સાથે પોતાની ફેશનને લઈને પણ ખાસ સ્ટાઈલિશ છે.