ઇંગ્લેડ પ્રવાસ દરમિયાન વિરાટ અને અનુષ્કાની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. અનુષ્કાને મેચ દરમિયાન ટીમ ઈન્ડિયા અને કોહલીનો ઉત્સાહ વધારતી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે વિરાટના વર્લ્ડકપ 2019 માટે ઇંગ્લેન્ડ ગયા બાદ અનુષ્કા શર્મા પણ થોડાક સમય માટે ઇંગ્લેન્ડમાં હતી.
2/4
સેમિફાઇલમાં ન્યૂઝિલેન્ડ સામે હાર્યા બાદ ભારતનું વર્લ્ડકપ જીતવાનું સ્વપ્નું અધરું રહી ગયું હતું. જો કે ભારતનો વર્લ્ડકપનો સફર ખતમ થયા બાદ પણ વિરાટે પત્ની અનુષ્કા શર્મા સાથે ઇંગ્લેન્ડમાં કેટલોક સમય વિતાવ્યો હતો.
3/4
વિરાટ અને અનુષ્કા મુંબઈ એરપોર્ટ પર એકદમ કુલ કેઝુઅલ લૂકમાં નજર આવ્યા હતા. વિરાટ બ્લેક ટી-શર્ટ સાથે ગ્રે ટ્રેક પેન્ટ અને સફેદ સ્નીકર્સમાં નજર આવ્યો હતો જ્યારે અનુષ્કા શર્મા બ્લેક રંગની પિનસ્ટ્રઇપ ડ્રેસઅને સફેજ સ્નીકર્સમાં જોવા મળી હતી.
4/4
નવી દિલ્હી: ક્રિકેટ વર્લ્ડકપ પૂરો થયા બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે ભારત પરત ફર્યા છે. ગુરુવારે બપોરે આ જોડી ભારત આવી પહોંચી હતી. જો કે વર્લ્ડકપ વિરાટ કોહલી માટે કંઈ ખાસ બની શક્યો નહતો.