શોધખોળ કરો
Advertisement
કોહલીએ કેપ્ટન તરીકે સૌથી ઝડપી 5 હજાર રન પૂરા કર્યા, તોડ્યો ધોનીનો રેકોર્ડ
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ વનડે ઈન્ટરનેશનલમાં એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
બેંગલુરૂ: ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ વનડે ઈન્ટરનેશનલમાં એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વનડે ઈન્ટરનેશનલમાં કેપ્ટન તરીકે સૌથી ઝડપી 5000 રન બનાવનાર દુનિયાનો એક માત્ર ખેલાડી બની ગયો છે. વિરાટ કોહલીએ 100 કરતા ઓછી ઈનિંગ્સમા આ કમાલ કરી છે.
ભારતીય ટીમના બેટ્સમેન અને આઈસીસી વનડે રેન્કિંગમાં નંબર પર ચાલી રહેલા વિરોટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે બેંગલુરૂમાં રમાઈ રહેલી ત્રીજી વનડે મેચમાં 17 રન બનાવતા કેપ્ટન તરીકે વનડે ક્રિકેટાં 5 હજાર રન પૂરા કર્યા છે. વિરાટ કોહલીએ 82 ઈનિંગમાં આ રેકોર્ડ બનાવ્યો છે. વિરાટ કોહલી પહેલા આ રેકોર્ડ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેંદ્ર સિંહ ધોનીના નામે હતો.
ધોનીએ 127 ઈનિંગ્સમાં 5000 વનડે ઈન્ટરનેશનલ રન કેપ્ટન તરીકે બનાવ્યા હતા. ધોનીએ જે રેકોર્ડ 127 ઈનિંગ્સમાં બનાવ્યો તે કોહલીએ તેના કરતા 45 ઈનિંગ્સ ઓછી રમીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion