શોધખોળ કરો
Advertisement
એક જ દાયકામાં 20 હજાર રન બનાવીને વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, ICCએ ટ્વિટ કરીને કહ્યું કે.....
કોહલી પછી એક દાયકમાં સૌથી વધુ રન કરવાના મામલે હાશિમ અમલા બીજા સ્થાને આવે છે.
નવી દિલ્હીઃ ભારતે વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પર પોતાનું અજય અભિયાન ચાલુ રાખતા ત્રીજી વનડે મેચ પણ જીતી લીદી. બુધવારે રમાયેલ આ મેચમાં ભારતે વિન્ડિઝને 6 વિકેટ હરાવ્યું. તેની સાથે જ ટીમ ઇન્ડિયાએ વનડે સીરીઝ 2-0થી જીતી લીધી. ભારતની આ જીતના હીરો રહ્યા કેપ્ટન વિરાટ કોહલી. તેણે બન્ને વનડે મેચમાં સેન્ચુરી ફટકારી અને મેન ઓફ ધ સીરીઝ બન્યા. ભારતે આ પહેલા ટી20 સીરીઝમાં 3-0થી જીત નોંધાવી હતી. આ સાથે જ વિરાટ કોહલીએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. કોહલી એક દાયકામાં 20 હજાર ઇન્ટરનેશનલ રન કરનાર પ્રથમ ક્રિકેટર બન્યો હતો.
કોહલી પછી એક દાયકમાં સૌથી વધુ રન કરવાના મામલે હાશિમ અમલા બીજા સ્થાને આવે છે. તે કોહલી કરતા 4833 પાછળ છે અને નિવૃત્તિ લઈ ચૂક્યો છે. આ યાદીમાં કેન વિલિયમ્સન, જો રૂટ અને એબી ડિવિલિયર્સ અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા ક્રમે આવે છે. અમલાએ કોહલી કરતા 20 સદી ઓછી મારી છે. જયારે કેન, રૂટ અને એબીએ અનુક્રમે 34, 35 અને 33 સદી ઓછી મારી છે. સ્પષ્ટ છે કે કોહલી એક દાયકાથી તમામ ફોર્મેટમાં વર્લ્ડનો બેસ્ટ બેટ્સમેન છે.
કેપ્ટન તરીકે સૌથી વધુ સદી ફટકારવાના મામલે કોહલી હવે ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગથી માત્ર 1 સદી પાછળ છે. કોહલીએ કેપ્ટન તરીકે 76 ઇનિંગ્સમાં 21 સદી મારી છે. દર 3.62 ઇનિંગ્સમાં એક સદી. જયારે પોન્ટિંગે દર 10 ઇનિંગ્સમાં એક સદી મારી હતી. કોહલીએ પોન્ટિંગ કરતા લગભગ ત્રણ ગણી ઝડપે સદી મારી છે. કોહલીની આ સિદ્ધી બાદ આઈસીસીએ પણ ટ્વિટ કરીને તેને અભિનંદન પાઠવતા કહ્યું કે, વાહ! શું ખેલાડી છે....2️⃣0️⃣0️⃣0️⃣0️⃣ runs for Virat Kohli in the 2010s, and he isn't done yet 💪 No batsman has ever scored as many in a single decade 😮 What a phenomenal cricketer 🙌#WIvIND pic.twitter.com/glRYNR7whk
— ICC (@ICC) August 14, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગાંધીનગર
ગુજરાત
ગાંધીનગર
Advertisement