કોહલીએ કહ્યું કે, મારા માટે આક્રમકતાનો મતલબ જીતવાનું ઝનૂન છે અને હું કોઈ પણ સંજોગોમાં જીત મેળવવા માંગુ છું. મારી ટીમ માટે 110 ટકા યોગદાન આપવુ એ મારા માટે ઝનૂન છે. કોહલીએ સ્ટીવન સ્મિથ અને ડેવિડ વોર્નર લગાવવામાં આવેલા પ્રતિબંધ અંગે કશું કહેવાનો ઈનકાર કરી દીધો હતો.
2/5
વિરાટે કહ્યું કે, અમારી ટીમ એવી નથી કે જે સામેથી કોઈ બાબતની શરૂઆત કરે પણ અમે અમારા સન્માનની એક લક્ષ્મણરેખા નક્કી કરી છે. ઓસ્ટ્રેલિયા કે બીજી કોઈ પણ ટીમ તેને ઓળંગવાની કોશિશ કરશે તો તેની સામે અમે જોરદાર લડત આપીશું અને સામેની ટીમને નહી જવા દઈએ.
3/5
ઓસ્ટ્રેલિયન મીડિયા સાથેની વાતચીતમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ આક્રમકતાની ઝલક આપતાં કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાની ટીમ અમારી સામે આક્રમકતા બતાવશે તો અમે પણ તેનો જવાબ એ જ રીતે આક્રમકતાથી આપીશું એ જોતાં ઓસ્ટ્રેલિયા મર્યાદામાં રહે તો સારું છે.
4/5
વિરાટે કહ્યું કે, અમે સામે ચાલીને ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને છંછેડવાનો પ્રયાસ નહીં કરીએ, પણ જો તેઓ અમારા આત્મસન્માનને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરશે તો અમે જડબાતોડ જવાબ આપીશું. ઓસ્ટ્રેલિયા અમને નબળા ના ગણે અને અમે ચૂપચાપ બધું સહન કરીશું એવું ના માને એ તેમના હિતમાં છે.
5/5
બ્રિસબેનઃ બ્રિસબેનના ગાબ્બા મેદાન પર આજે બુધવારે ઓસ્ટ્રેલિયા સામે પહેલી ટી 20 મેચથી ભારતીય ક્રિકેટ ટીમ પોતાના ઓસ્ટ્રેલિયાના પ્રવાસની શરૂઆત કરવાની છે ત્યારે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આક્રમક અભિગમ અપનાવતાં ઓસ્ટ્રેલિયાને સીધી ધમકી આપી છે.