શોધખોળ કરો
Advertisement
વિરાટ કોહલીના સપોર્ટમાં આવ્યો ગાંગુલી, કરી આ મોટી વાત
ગાંગુલીએ કહ્યું કે, તે કેપ્ટન છે. એટલા માટે તેની પાસે પોતાની ઇચ્છા જાહેર કરવાનો અધિકાર છે.
નવી દિલ્હીઃ પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યુ હતું કે ભારતીય ટીમના વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીને પુરેપુરો અધિકાર છે કે તે કોચ તરીકે કોને ઇચ્છે છે. જી બાંગ્લા ફૂટબોલ લીગના પુરસ્કાર વિતરણ સમારોહમાં પત્રકારો સાથેની વાતચીતમાં ગાંગુલીએ કહ્યું કે, તે કેપ્ટન છે. એટલા માટે તેની પાસે પોતાની ઇચ્છા જાહેર કરવાનો અધિકાર છે.
વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ જતા અગાઉ ટીમના કેપ્ટન કોહલીએ કહ્યુ હતું કે, જો વર્તમાન કોચ રવિ શાસ્ત્રી પદ પર રહે છે તો તેની આખી ટીમને ખુશી થશે. કોહલીએ કહ્યુ હતું કે, ક્રિકેટ સલાહકાર સમિતિએ અત્યાર સુધી મારો કોઇ સંપર્ક કર્યો નથી. પરંતુ તે મારો વિચાર જાણવા માંગશે તો હું મારી વાત રજૂ કરીશ.
કોહલીએ કહ્યુ હતુ કે રવિ ભાઇ સાથે અમારો તાલમેલ સારો છે. અને જો તે કોચ તરીકે જળવાઇ રહેશે તો અમને ખુશી થશે. આગામી મહિનામાં સીઓએ દ્ધારા બનાવવામાં આવેલી નવી ક્રિકેટ સલાહકાર સમિતિના ટીમના મુખ્ય કોચની પસંદગી કરશે. આ સમિતિમાં કપિલ જેવ, અંશુમાન ગાયકવાડ અને ભારતીય મહિલા ટીમની પૂર્વ કેપ્ટન શાંથા રંગાસ્વામી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion