વિશાખાપટ્ટનમ વનડેમાં વિરાટ કોહલીએ ટૉસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, શાનદાર કેપ્ટન ઇનિંગ રમતા ફિફ્ટી પણ ફટકારી હતી. વિશાખાપટ્ટનમની પીચ સ્પીનરોને મદદ કરે છે જેના કારણે કોહલીએ આ નિર્ણય લીધો હોઇ શકે છે.
2/4
ઘટના એવી બની કે, વિરાટ કોહલીએ વેસ્ટ ઇન્ડિઝ સામે બેટિંગ દરમિયાન એક રન શોર્ટ કર્યો. 11મી ઓવરમાં વિરાટ કોહલી ઝડપથી બે રન લેવાની કોશિશમાં એક રન શોર્ટ કર્યો. એમ્પાયરે વિરાટની આ ભૂલને પકડી પાડી, અને તેને એક રન કાપી લીધો હતો.
3/4
આમ તો વિરાટ કોહલી પીચની વચ્ચે બહુજ ફાસ્ટ દોડે છે, અને આ ઝડપના કારણે જ ભૂલ કરી બેઠો. જેને વિરાટને પાછળથી અફસોસ પણ થયો.
4/4
નવી દિલ્હીઃ ક્રિકેટના મેદાનામાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ખાસ ઓછી ભુલો કરે છે, પણ તાજેતરમાં વિશાખાપટ્ટનમ વનડેમાં એક એવી ભૂલ કરી જેના કારણે એમ્પાયરને એક રન કાપી લેવો પડ્યો હતો. આવી ભૂલ ઇન્ટરનેશલ ક્રિકેટમાં બહુ ઓછી થાય છે.