શોધખોળ કરો
Advertisement
કોહલીએ વર્લ્ડકપમાં IPLની જેમ પ્લેઓફ ફોર્મેટ લાવવા કર્યું સમર્થન, જાણો વિગત
સેમિફાઈનલમાં હાર બાદ વિરાટ કોહલીએ આઈસીસીને ભવિષ્યમાં નોકઆઉટ તબક્કામાં આઈપીએલની જેમ પ્લેઓફ ફોર્મેટ લાવવા અંગે સલાહ આપી છે.
નવી દિલ્હી: સેમિફાઈનલમાં ન્યૂઝિલેન્ડ સામે હાર બાદ ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ છે. આ સાથે જ ભારતનું વર્લ્ડકપ જીતવાનું સ્વપ્ન રોળાયું છે. કેપ્ટન વિરાટ કોહલીએ આઈસીસીને ભવિષ્યમાં નોકઆઉટ તબક્કામાં આઈપીએલની જેમ પ્લેઓફ ફોર્મેટ લાવવા અંગે સલાહ આપી છે.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ સ્વીકાર્યું છે કે ટીમ ઈન્ડિયાએ 240 રનનો લક્ષ્યાંકનો પીછો કરતા 45 મિનિટમા મેચ ગુમાવી દીધી હતી. જેનાથી કરોડો દર્શકોની ઉમ્મીદ ટૂટી ગઈ હતી. જો કે ટીમ લીગમાં ટોચ પર રહી હતી. શું ભવિષ્યમાં આઈપીએલના પ્લેઓફની જેમ વિકલ્પ હોવો જોઈએ ? તેના જવાબમાં કોહલીએ કહ્યું કે કોને ખબર ભવિષ્યના કદાચ એવું બની પણ શકે. જો પોઇન્ટ ટેબલમાં ટોચ પર રહેવું મહત્વ ધરાવે છે તો મને લાગે છે કે ટૂર્નામેન્ટના આ સ્તરને જોતા આ વસ્તુઓ પર વિચાર કરી શકાય.
ધોનીની નિવૃતિની અટકળો, સચિન તેંડૂલકરે આપ્યું મોટું નિવેદન, જાણો
હારથી દુખી ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ, ટ્વિટ કરી લખ્યા ઇમોશનલ મેસેજ
વિરાટે કહ્યું ‘આ ખરેખર યોગ્ય છે. તમે નથી જાણતા આ ક્યારે લાગુ થઈ જાય.’ જો કે વિરાટ કોહલીએ એ સ્વીકાર્યું છે કે સેમિફાઈનલના ફોર્મેટની પોતાની અલગ મઝા હોય છે કારણ કે તેનાથી ટૂર્નામેન્ટમાં ટીમના પાછલા પ્રદર્શનનું કોઈ મહત્વ નથી રહેતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement