કોહલીએ એ પણ સ્પષ્ટતા કરી છે કે બન્નેને ટીમમાં લેવાનો નિર્ણય સીઓએના નિર્ણય બાદ લેવામાં આવશે. જણાવીએ કે, સીઓએના સભ્ય ડાયના એડુલ્જીએ પ્રતિબંધ મામલે કાયદાકીય સલાહ લેતા તેને લીગલ સેલ પાસે મોકલી આપ્યું છે. એબ એડુલ્જીના નિર્ણય બાદ સ્પષ્ટ થઈ જશે કે તેમના પર પ્રતિબંધ લાગશે કે નહીં.
2/3
ઓસ્ટ્રેલિયામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિરાટ કોહલીએ કહ્યું, ‘ભારતીય ક્રિકેટ ટીમનો હિસ્સો હોવા અને જવાબદાર ક્રિકેટર હોવાને કારણે અમે તેના નિવેદન અને વિચારો સાથે સહમત નથી. એ તેમના વ્યક્તિગત વિચાર છે.’ કોહલીએ આગળ કહ્યું કે, ભારતની નજરથી જોઈએ તો ચેન્જિંગ રૂમમાં અમારા વ્યવહારમાં કોઈ ફેરફાર નહીં જોવા મળે. વાતચીતમાં કોહલીએ એ પણ કહ્યું કે, તેમનું ફોકસ માત્ર વર્લ્ડ કપ પર છે.
3/3
નવી દિલ્હીઃ હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ દ્વારા એક ટીવીશોમાં કરવામાં આવેલ અશ્લીલ ટિપ્પણી પર હવે કેપ્ટન વિરાટ કોહલીનું પણ નિવેદન સામે આવ્યું છે. કોહલીએ પંડ્યાના નિવેદનનું સમર્થન નથી કર્યું પરંતુ એ પણ કહ્યું કે, આ બધું થવા છતા તેની ટીમ પ્રત્યેની ભાવનામાં કોઈ ઘટાડો નથી થયો. જણાવીએ કે, સીઓએ પ્રમુખ વિનોદ રાયે બન્ને ક્રિકેટર્સ પર 2 વનડે મેચનો પ્રતિબંધ લગાવવાની ભલામણ કરી છે, જેના કારણે એ સ્પષ્ટ નથી કે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ શનિવારથી શરૂ થનાર વનડે સીલીઝમાં તેને સ્થાન મળશે કે નહીં.