શોધખોળ કરો
Advertisement
ભારતના આ સ્ટાર ખેલાડીએ પણ પૂરી કરી બોટલ કેપ ચેલેન્જ, બેકગ્રાઉન્ડમાં રવિ શાસ્ત્રીની કમેન્ટ્રી.....
15 સેકન્ડ લાંબા વીડિયોમાં કોહલીએ બેટ પકડેલું છે અને બોટલ સામે જોઇ રહ્યો છે.
નવી દિલ્હીઃ વિતેલા ઘણાં સમયથી સોશિયલ મીડિયા પર બોટલ કેપ ચેલેન્જ ચર્ચામાં છે. બોલિવૂડ સ્ટાર, ટેલીવિઝન સ્ટારથી લઈને ક્રિકેટ અને રમત જગત સાથે જોડાયેલ અનેક હસ્તીઓએ આ ચેલેન્જમાં પોતાનો હાથ અજમાવ્યો. હવે આ યાદીમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનું નામ પણ જોડાઈ ગયું છે. વિરાટ કોહલીએ આ ચેલેન્જ પૂરી કરતા એક વીડિયો પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે.
વિરાટે શનિવારે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો, જેના કેપ્શનમાં તેણે કહ્યું, “ક્યારેય ન કરવા કરતાં સારું છે, મોડા કરી લેવું. હેશાટેગ બોટલ કેપ ચેલેન્જ.”
15 સેકન્ડ લાંબા વીડિયોમાં કોહલીએ બેટ પકડેલું છે અને બોટલ સામે જોઇ રહ્યો છે. ત્યારબાદ બેટથી બોટલની કેપ ખોલે છે. આ વીડિયોની સૌથી મજાની વાત તો એ છે કે, બેકગ્રાઉન્ડમાં કોહલીએ ભારતીય ટીમના હાલના કોચ રવિ શાસ્ત્રીની કમેન્ટ્રીનો ઉપયોગ કર્યો છે. કોહલી અત્યારે વેસ્ટઈન્ડીઝમાં ભારતીય ટીમ સાથે હાજર છે અને રવિવારે બંને ટીમો વચ્ચે ત્રણ વનડે મેચની સીઈઝની બીજી મેચ રમાઇ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement