સચિને 120 ટેસ્ટ ઈનિંગમાં 6000 રન પૂરા કર્યા હતા. જ્યારે કોહલી અત્યાર સુધીમાં 118 ઈનિંગમાં 5994 રન બનાવી ચૂક્યો છે. જો તે 119મી ઈનિંગમાં વધુ 6 રન બનાવી લેશે તો સચિનનો રેકોર્ડ તૂટી જશે.
2/3
ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર વિરેન્દ્ર સેહવાગે કહ્યું કે, મને પૂરો ભરોસો છે કે વિરાટ તેની આ ઈનિંગમાં રેકોર્ડ પોતાના નામે કરી લેશે. વિરાટ કોહલી હાલ શ્રેષ્ઠ ફોર્મમાં ચાલી રહ્યો છે અને અત્યાર સુધી સીરિઝમાં 440 રન બનાવી ચૂક્યો છે. એટલું જ નહીં વર્તમાન સમયમાં સર્વશ્રેષ્ઠ રેટિંગની સાથે ટેસ્ટ રેન્કિંગમાં પણ ટોચ પર છે.
3/3
લંડનઃ ગુરુવારથી સાઉથમ્પટનમાં શરૂ થઈ રહેલી ચોથી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો એક મોટો રેકોર્ડ તોડી શકે છે. સચિનનો આ રેકોર્ડ વિરાટ તોડશે તેવો ભરોસો માત્ર ફેન્સને જ નહીં પરંતુ ટીમ ઈન્ડિયાના પૂર્વ વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગને પણ છે.