ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટી-20 મેચ માન્ચેસ્ટરમાં રમાશે.
3/9
નોંધનીય છે કે, આજથી શરૂ થઇ રહેલી ટી-20 સીરીઝ પહેલા ટીમ ઇન્ડિયામાં કેટલાક ફેરફારો આવ્યા છે, જેમાં ખાસ કરીને ફાસ્ટ બૉલર જસપ્રૂત બુમરાહ આંગળીની ઇજાના કારણે સીરીઝમાંથી બહાર થયો છે, સાથે વૉશિંગટન સુંદર પણ મેચમાં નથી. જોકે, આ બન્નેની જગ્યાએ ટીમમાં ફાસ્ટ બૉલર દીપક ચહર અને ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાને સમાવવામાં આવ્યા છે.
4/9
મેચનું લાઇવ સ્ટ્રીમિંગ, સીરીઝની બધી મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ સોની લિવ પર થઇ રહ્યું છે.
મેચનો સમય, ભારતીય સમયાનુસાર આજની મેચ રાત્રે 10.00 વાગે શરૂ થશે.
7/9
ઉલ્લેખનીય છે કે, આયરલેન્ડ સામેની બે ટી-20 મેચોની સીરીઝમાં સૂપડા સાફ કરનારી ટીમ ઇન્ડિયા હવે ત્રણ ટી-20 મેચોની સીરીઝમાં ઇંગ્લેન્ડ સામે કઠીન પડકારોને ઝીલવા મેદાનમાં ઉતરશે. અહીં જાણો ક્યાં અને કેટલા વાગે રમાશે આજની મેચ.
નવી દિલ્હીઃ ક્રિકેટના નાના ફોર્મેટમાં છેલ્લા કેટલાક સમયથી પોતાનો દબદબો જમાવી ચૂકેલી ટીમ ઇન્ડિયા આજે (મંગળવારે) પહેલી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચની સાથે ઇંગ્લેન્ડ પ્રવાસની શરૂઆત કરશે. ઇંગ્લેન્ડની ટીમે પણ છેલ્લા કેટલાક સમયથી સારી ક્રિકેટ રમી છે, જેથી વિરાટની ટીમને મોટો પડકાર મળી શકે છે. ટીમ ઇન્ડિયાનો આ ઇંગ્લેન્ડનો ખાસ માનવામાં આવી રહ્યો છે કેમકે આગામી વર્ષે એટલે કે વર્ષ 2019માં અહીં જ ક્રિકેટ વર્લ્ડકપ રમાવવાનો છે.