શોધખોળ કરો
Advertisement
આ બોલરની વિચિત્ર બોલિંગ એક્શન વિશ્વભરમાં છવાઈ ગઈ, Video જોઈને તમે પણ ચોંકી જશો
આ બોલરનું નામ છે કેવિન કોઠ્ઠિગોડા અને તે અબુ ધાબીમાં ચાલી રહેલી ટી-10 લીગમાં બાંગ્લા ટાઇગર્સ તરફથી રમી રહ્યો છે.
નવી દિલ્હીઃ ક્રિકેટ એક એવી રમત છે જે વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય છે. આ રમતથી કેટલાક ખેલાડીઓએ વિશ્વમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. ક્રિકેટે ઘણા ખેલાડીઓને રાતોરાત સ્ટાર પણ બનાવ્યા છે. ત્યારે હવે એવો જ એક ખેલાડી સોશિયલ મીડિયા પર સ્ટાર બન્યો છે. આ ખેલાડીની અજીબોગરીબ બોલિંગ એક્શન જોઈ તમે પણ કહેશો કે અરે…આને કઈ બોલિંગ એક્શન કહેવાય?
આ બોલરનું નામ છે કેવિન કોઠ્ઠિગોડા અને તે અબુ ધાબીમાં ચાલી રહેલી ટી-10 લીગમાં બાંગ્લા ટાઇગર્સ તરફથી રમી રહ્યો છે. 21 વર્ષના આ શ્રીલંકાના બોલરની એક્શન પારંપરિક રીતથી અલગ છે અતે તે અનૉર્થોડૉક્સ રીતે બોલિંગ કરે છે. તેની એક્શન જેવી સામે આવી તે સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. કેવિન જ્યારે બોલિંગ કરે છે તો તેનું માથું જમીન તરફ ઝૂકી જાય છે અને ડાબો હાથ પીઠની પાછળ જતો રહે છે. બીજી તરફ, બોલ ફેંકનારો હાથ માથાની ઉપરથી ફરીને આવે છે. એવામાં તેનો બોલિંગ એક્શન ઘણી વિચિત્ર થઈ જાય છે. કોઠ્ઠિગોડાની એક્શન બેટ્સમેનોને કોઈ મુશ્કેલી ઊભી ન કરી શકી. તેને બે ઓવરની સ્પેલમાં 22 રન આપ્યા અને કોઈ વિકેટ પણ ન મળી. બાંગ્લા ટાઇગર્સે આ મેચમાં ડેક્કન ગ્લેડિયટર્સને 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો.#NewFavePlayer Kevin Koththiigoda. Consonant in a blender pic.twitter.com/9EmOBFuNOW
— Paul Radley (@PaulRadley) November 16, 2019
આમ તો, કોઠ્ઠિગોડા પહેલો આવો બોલર નથી જેની એક્શન વિચિત્ર છે. તે પહેલાં પૉલ એડમ્સ, સોહૈબ તનવીર અને શિવિલ કૌશિક પણ એવા બોલર રહ્યા છે જેમની એક્શન અનૉર્થોડૉક્સ રહી છે. શિવિલ કૌશિક આઈપીએલથી ચર્ચામાં આવ્યો હતો. પૉલ એડમ્સ જ્યારે સામે આવ્યો હતો ત્યો તેના માટે 'ફ્રોગ એ બ્લેન્ડર ટર્મ' ઉપયોગમાં લેવામાં આવતી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
અમદાવાદ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion