શોધખોળ કરો
વિન્ડિઝના સહાયક કોચે પોતાના ખેલાડીઓને કહ્યું, કોહલીની જેમ કરો મહેનત
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝ રવિવારથી શરૂ થઈ રહી છે.

નવી દિલ્હી: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝ રવિવારથી શરૂ થઈ રહી છે. ત્યારે મેચ પહેલા વેસ્ટ ઈન્ડિઝના સહાયક કોચ રોડી એસ્ટવિકે પોતાની ટીમના યુવા ખેલાડીઓને સલાહ આપતા કહ્યું કે, ટીમના યુવા ખેલાડીઓએ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી પાસેથી શીખવું જોઈએ. જેમણે મહેનતનું ઉદાહરણ પૂરુ પાડ્યું છે.
એસ્ટવિકે કહ્યું, જ્યારે તમે શિમરન હેટમેર, નિકોલસ પૂરન અને શાઈ હોપ જેવા યુવા ખેલાડીઓને જુઓ ત્યારે લાગે છે કે આપણા માટો આ સારો સમય છે. આપણી પાસે એવા બેટ્સમેન તૈયાર થઈ રહ્યાં છે. પરંતુ મહત્વની વાત એ છે કઈ રીતે મહેનત કરો છો. તમારી સામે વિરાટ કોહલીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તે એવો ખેલાડી છે જે જિમમાં પણ પરસેવો પાડે છે.
તેમણે આગળ કહ્યું, “ઘણા ખેલાડીઓએ તેમની પાસેથી શીખવું જોઈએ. મહેનત વગર સફળતા મળતી નથી. મહેનત કંટાળાજનક હોઈ શકે પરંતુ તે સફળતા પણ અપાવે છે. એકવાર તમે જ્યારે પ્રક્રિયાનું પાલન કરો છો તો તક મળે છે. ”
સહાયક કોચે ટીમની પ્રશંસા કરતા કહ્યું ટીમમાં બદલાવ આવી રહ્યો છે અને તે વધુ બહેતર ટીમ બનશે. અમારા ખેલાડીઓ ખૂબજ મહેનત કરી રહ્યાં છે અને તે હવે પરિણામ મેળવશે. ઉલ્લેખનીય છે કે ભારતે ટી20 સીરિઝમાં વિન્ડિઝને 2-1થી હરાવ્યું હતું.
વેસ્ટ ઇન્ડીઝના ડ્વેન બ્રાવોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ પરત લેવાની કરી જાહેરાત
અમ્પાયરે આઉટ આપતા જ ટીમ ઇન્ડિયાના આ બે ખેલાડી મેદાન પર જ બાખડી પડ્યા
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
ગુજરાત
સુરત
Advertisement
