શોધખોળ કરો
Advertisement
વેસ્ટ ઇન્ડીઝના ડ્વેન બ્રાવોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ પરત લેવાની કરી જાહેરાત
વેસ્ટ ઇન્ડીઝના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી નિવૃત્તિ પરત લેવાની જાહેરાત કરી છે.
નવી દિલ્હી: વેસ્ટ ઇન્ડીઝના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી નિવૃત્તિ પરત લેવાની જાહેરાત કરી છે. ડ્વેન બ્રાવોએ 2018માં નિવૃત્તિની જાહેરાત કરી હતી પરંતુ તે સપ્ટેમ્બર 2016 બાદ વેસ્ટ ઇન્ડીઝ માટે રમ્યો નહોતો. બ્રાવોએ જણાવ્યું છે કે, આજે હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસીની જાહેરાત કરુ છુ. તેમાં કોઈ શંકા નથી કે, મેં વહીવટી સુધારા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરવાનો નિર્ણય કર્યો છે. હું પસંદગીકર્તાઓને કહેવા માંગુ છુ કે, હું ટી-20 ક્રિકેટમાં પસંદગી માટે ઉપલબ્ધ છુ.
બ્રાવોએ ગયા મહીને જ સંકેત આપ્યા હતા કે તે ફરીથી પોતાના દેશ માટે રમવા માંગે છે. ડ્વેન બ્રાવોએ પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર અફઘાનિસ્તાન સામે વેસ્ટ ઇન્ડીઝને મળેલી 3-0ની જીત માટે અભિનંદન પાઠવતા આ વાત કહી હતી. બ્રાવોએ વેસ્ટ ઇન્ડીઝ માટે 40 ટેસ્ટ, 164 વનડે અને 66 ટી-20 મેચ રમી છે. બધા ફોર્મેટમાં ડ્વેન બ્રાવોએ 6310 રન બનાવ્યા છે અને 337 વિકેટ ઝડપી છે. બ્રાવો હજુ પણ ચેન્નાઈ સુપર કિંગ્સ, લાહૌર કલંદર્સ, મેલબોર્ન રેનેગેડ્સ, ત્રિનબાગો નાઈટ રાઈડર્સ અને વિનીપેગ હોકસ માટે ટી-20 ફોર્મેટમાં રમી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
દુનિયા
આરોગ્ય
Advertisement