શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાનને રગદોળનારા વેસ્ટ ઈન્ડિયન ક્રિકેટરની નજર સામે ગુંડાઓએ ભાઈની કરી હતી હત્યા, ગુંડાઓએ બંદૂકની અણીએ લૂંટી લીધો હતો
થોમસ અત્યંત ગરીબ પરિવારમાં જન્મ્યો છે અને 16 વર્ષનો હતો ત્યારે તેના મોટાભાઈની તેની નજર સામે ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. 20 વર્ષની વયે થોમસ જમૈકાની રાજધાની કિંગ્સટન જતો રહ્યો.
લંડનઃ ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા વર્લ્ડકપમાં વેસ્ટ ઈન્ડિઝે પાકિસ્તાનને ખરાબ રીતે હરાવીને શાનદાર શરૂઆત કરી છે. વેસ્ટ ઈન્ડિઝની જીતનો હીરો ફાસ્ટ બોલર ઓશાને થોમસ હતો. થોમસે 1 વિકેટ ઝડપીને પાકિસ્તાનની બેટિંગની કમર તોડી નાંખી હતી અને પાકિસ્તાનની ટીમ 105 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.
થોમસ આ મેચમાં મેન ઓફ ધી મેચ બન્યો હતો. થોમસ પોતાની પહેલી જ વર્લ્ડકપ મેચ રમી રહ્યો હતો અને તેમાં હીરો સાબિત થયો. કોઈ પણ ક્રિકેટર માટે આનાથી સારી શરૂઆત ના હોઈ શકે. જોકે થોમસ માટે જીંદગી આટલી સારી નથી રહી અને તેણે વ્યક્તિગત જીવનમાં બહુ ઉતાર ચઢાવ જોયા છે.
થોમસ અત્યંત ગરીબ પરિવારમાં જન્મ્યો છે અને 16 વર્ષનો હતો ત્યારે તેના મોટાભાઈની તેની નજર સામે ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. 20 વર્ષની વયે થોમસ જમૈકાની રાજધાની કિંગ્સટન જતો રહ્યો. જો કે ત્યાં પણ સુપરમાર્કેટમાં તેને ત્રણ ગુંડાઓએ બંદુકની અણીએ લૂંટી લીધો હતો.
થોમસ તેનાથી હતાશ થયા વિના ક્રિકેટ રમતો રહ્યો. કેરેબિયન પ્રિમિયર લીગમાં બોલિંગ કરનાર થોમસ પર ક્રિસે ગેલની નજર પડી હતી અને એ પછી 2018માં તેણે વેસ્ટ ઈન્ડિઝ ટીમ માટે ભારત પ્રવાસ દરમિયાન ડેબ્યુ કર્યો હતો. એ પછી તે ટીમનો મુખ્ય બોલર બની ગયો છે. થોમસ 140 થી 150 કિમીની ઝડપે બોલિંગ નાખે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement